આજથી સુરતમાં કોરોના મૃતકોના પરિજનોને રૃા.50 હજાર સહાય ચૂકવાશે

– સુરત શહેરમાંથી 3200 અને ગ્રામ્યમાંથી 450 મળી કુલ 3650 જેટલા ફોર્મ ભરાયા છેઃ કમિટિ નક્કી કરે તે કિસ્સામાં સહાય ચૂકવાશે

       સુરત

કોરોનાના
મૃતકોના પરિવારજનોને રૃા.૫૦ હજારની સહાય ચૂકવવાની પ્રકિયાનો આવતીકાલ મંગળવારને ૨૩
મી નવેમ્બરથી થઇ રહ્યો છે. ત્યારે ફોર્મ વિતરણ
, જમા કરવા તેમજ સહાય
ચૂકવવાની પ્રકિયાના આયોજન અને અમલીકરણમાં એકસુત્રતા રહે તે માટે આજે જિલ્લા
કલેકટરે ખાસ બેઠક બોલાવીને સુચનાઓ આપી હતી.

આ અંગે
સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકના જણાવ્યા મુજબ જે પણ પરિવારમાંથી કોઇ સ્વજનનું
કોરોનાને કારણે મૃત્યુ થયુ હોય તે પરિવાર વળતર મેળવવા માટે અરજી કરી શકશે.
પરિવારજનોને તેમના વિસ્તારમાંથી જ ફોર્મ મળી રહે અને જમા કરી શકે તે માટે સુરત
મહાનગર પાલિકા વિસ્તારની તમામ ઝોન ઓફિસો તેમજ સુરત જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં
તાલુકા કક્ષાએ આવેલી તમામ મામલતદાર કચેરીમાંથી ફોર્મ મેળવીને જમા પણ કરી શકશે. આ
તમામ જગ્યાએથી ફોર્મ ભેગા કરીને જિલ્લા કલેકટર કચેરીમાં રજુ કરવામાં આવશે.
ત્યારબાદ કલેકટર કચેરીમાં અરજી ફોર્મ મળ્યાના ૩૦ દિવસમાં મૃતકના વારસદારના બેન્ક
ખાતામાં રૃા.૫૦ હજારનું વળતર જમા કરવામાં આવશે. આ સંદર્ભે આજે જિલ્લા કલેકટરના
અધ્યસ્થાને પાલિકા
, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા વહીવટીતંત્રના
અધિકારીઓ સાથે બેઠક કરીને મતકોના વારસદારોને તકલીફો નહીં પડે અને ફોર્મ ભરવાને
લઇને એકસુત્રતા જળવાઇ રહે તે માટે ખાસ સુચનાઓ અપાઇ હતી. અરજી ફોર્મ જિલ્લા કલેકટર
અને પાલિકાની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે. કોરનાના મૃતકનો દાખલો જે તે જગ્યાએ
મૃત્યુ થયુ હોય ત્યાંથી મેળવીને પોતાના વિસ્તાર કે મામલતદાર કચેરીમાં ફોર્મ સાથે
જમા કરાવવાનો રહેશે.

શંકાસ્પદ
કોરોનાના મૃતકોને સર્ટિફિકેટ ઇસ્યુ કરવા માટે
3650 ફોર્મ ભરાયા

રાજય
સરકાર દ્વારા જેમનું કોરોનામાં શંકાસ્પદ મૃત્યુ થયુ છે. તેમના પરિવારજનોને પણ
રૃા.૫૦ હજાર સહાય મળે તે એમસીસીડી ઇસ્યુ કરવાનું નક્કી કર્યુ છે. આ સર્ટિફિકેટ
આપવા માટે એક કમિટી બનાવી છે. જે કમિટી નક્કી કર્યા બાદ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા
પછી  જ વળતર મળી શકશે. સુરત શહેર અને
જિલ્લામાંથી શંકાસ્પદ કોરાનાના મૃતકો માટે ફોર્મ ભરવાની શરૃઆત કરાયા બાદ અત્યાર
સુધીમાં સુરત શહેરમાંથી ૩૨૦૦ અને જિલ્લામાંથી ૪૫૦ મળીને કુલ્લે ૩૬૫૦ ફોર્મ ભરાયા છે.
આ ફોર્મ આવ્યા બાદ હવે કમિટી નક્કી કરશે.

કોરોનાના
મૃતકોના વારસદારોએ આ પુરાવા રજુ કરવા પડશે

–  કોવીડ મૃતકના મરણનું પ્રમાણપત્ર


હોસ્પિટલમાં મૃત્યુ થયુ હોય તો ફોર્મ-૪


અન્ય કિસ્સામાં મૃત્યુ થયુ હોય તો ફોર્મ -૪ એ

આરટીપીસીઆર રિપોર્ટ

વારસદારની બેન્ક ખાતાની વિગત- આધારકાર્ડ

એક જ વારસદાર હોય તો સાદા કાગળ પર ડેકલેરેશન

<

p class=”12News”>-
એક થી વધુ વારસદાર હોય તો અન્ય વારસદારની સંમતિ સાથેની એફીડેવીટ 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s