અઢી વર્ષની બાળા સાથે દુષ્કર્મ-હત્યા કેસમાં વધુ 9 સાક્ષીની જુબાની લેવાઇ


સુરત

સરકારપક્ષના કુલ 62 પૈકી 48 થી વધુ સાક્ષીઓની જુબાની કેસ કાર્યવાહીની ચાર જ મુદતમાં પુરી થવાની સંભાવના

પાંડેસરા-વડોદની
અઢી વર્ષની બાળકીના અપહરણ-દુષ્કર્મ અને હત્યાના ચકચારી કેસમાં સંડોવાયેલા આરોપી
વિરુધ્ધની કેસ કાર્યવાહીની આજની મુદત દરમિયાન સરકારપક્ષે વધુ 9 સાક્ષીઓની જુબાની
પુરી કરી છે.જે પૈકી તપાસ અધિકારીની જુબાની આજે અધુરી રહેતા કોર્ટે વધુ સુનાવણી
આવતી કાલે તા.23 નવેમ્બર સુધી મુલત્વી રાખી છે.સંભવતઃ આવતીકાલે સરકારપક્ષે કુલ 62પૈકી 48થી વધુ સાક્ષીઓની જુબાની પુરી કરી લે તેવી સંભાવના છે.

દિવાળીના
તહેવારમાં ગઈ તા.4 થી નવેમ્બરના રોજ પાંડેસરા-વડોદ ખાતે રહેતા શ્રમજીવી પરિવારની
માત્ર અઢી વર્ષની બાળકીને બદકામના ઈરાદે મૂળ બિહારના વતની એવા આરોપી ગુડ્ડુકુમાર
મધેશ યાદવ અપહરણ કરીને ઝાડી ઝાંખરામાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતુ.આરોપીએ દુષ્કર્મ
આચર્યા બાદ ભોગ બનનાર બાળકીને હત્યા કરીને નાસી છુટયો હતો.જો કે સુરત પોલીસે
સીસીટીવી ફુટેજના આધારે આરોપીની ગેઈટ એનાલીસીસ ટેસ્ટ કરાવીને ગણતરીના સમયમાં જ
કેસને ડીટેક્ટ કરી આરોપી ગુડ્ડુકુમારની ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.તપાસ અધિકારીએ
માત્ર સાત જ દિવસમાં આરોપી વિરુધ્ધ ચાર્જશીટ રજુ કરી દેતા સરકારપક્ષે મુખ્ય જિલ્લા
સરકારી વકીલ નયન સુખડવાલાએ આરોપી વિરુધ્ધ દસ્તાવેજી  પુરાવા તથા સરકારપક્ષના 62 જેટલા સાક્ષીઓની
લીસ્ટ રજુ કરી ચાર્જફ્રેમની કાર્યવાહી આટોપી લીધી હતી.

જેથી
પાંડેસરાના પોક્સો એક્ટના ભંગના કેસમાં આરોપી ગુડ્ડુકુમાર યાદવ વિરુદ્ધની  કેસ કાર્યવાહીનો રોજે રોજ સુનાવણી હાથ ધરીને
અત્યાર સુધીમાં સંભવતઃ ચાર જ મુદતોમાં કુલ 62 પૈકીના  48 થી વધુ સાક્ષીઓની જુબાની
પુરી કરી છે.આજે સરકારપક્ષે વધુ વધુ 9 સાક્ષીઓની સરતપાસ તથા આરોપીના બચાવપક્ષે ઉલટ
તપાસ લીધી હતી.જેમાં મુખ્યત્વે ત્રણ ડીએનએ સેમ્પલ લેનાર સાક્ષી
,બે પોસઈ,એક પીએસઓ,ભોગ બનનારની ઉંમરની ખરાઈ કરાવનાર તથા તપાસ
અધિકારીની જુબાનીનો સમાવેશ થાય છે.અલબત્ત આજે તપાસ અધિકારીની જુબાની અધુરી રહેતા
કોર્ટે વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરવા નિર્દેશ આપ્યો છે.સંભવતઃ સરકારપક્ષે રજુ
કરેલા 62 પૈકી અમુક સાક્ષીઓ રિપીટ થતાં હોય 10 જેટલા સાક્ષીઓને પડતા મુકીને
સાક્ષીઓની જુબાની પુરી કરી લે તેવી સંભાવના વર્તાઈ રહી છે.

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s