રીક્ષામાં નાસિકના વેપારીના રૃા.1.97 લાખ સેરવી સામાન ફેંકીને ઉતારી દીધા

– સુરત આવ્યા બાદ સ્ટેશન સામે જૈન ધર્મશાળામાં જવા રીક્ષા કરાવીઃ
અગાઉથી સવાર ત્રણ શખ્સ સાથે ચાલક માનવધર્મ આશ્રમ તરફ લઇ ગયો

       સુરત

મહારાષ્ટ્રના
નાસીકથી એગ્રીકલ્ચરનો સામાન ખરીદવા સુરત આવેલા વેપારીને રીક્ષામાં સહમુસાફરના
સ્વાંગમાં ભેટી ગયેલા ગઠિયાએ પેન્ટના ખિસ્સામાંથી રોકડા
1.97 લાખ તફડાવીને
રફુચક્કર થઇ ગયા હતા.

મહારાષ્ટ્રના
નાસીકમાં રહેતા અને બોથરા જનરલ સ્ટોર નામે એગ્રીકલ્ચર સામાનનો વેપાર કરતા સંદીપ
સુવાલાલ બોથરા (ઉ. વ
51) દુકાનનો સામાન ખરીદવા ગત સવારે નાસીકથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં સુરત
આવ્યા હતા. સુરત રેલ્વે સ્ટેશનની સામે જૈન ધર્મશાળામાં જવા માટે ચાલતા ચાલતા રોડ
ક્રોસ કરીને જતા હતા ત્યારે તેમની નજીક એક ઓટો રીક્ષા આવીને ઉભી રહી હતી.
રીક્ષામાં અગાઉથી ત્રણ જણા સવાર હતા અને ધર્મશાળા જવા માટે તેઓ પણ રીક્ષામાં બેસી
ગયા હતા.

<

p class=”12News”>ચાલુ
રીક્ષામાં અગાઉથી રીક્ષામાં સહમુસાફરના સ્વાંગમાં સવાર ગઠીયાએ મેરે કો મા કે લિયે
દવા લેની હૈ તેમ કહી રીક્ષા રોકાવી અને રીક્ષામાંથી ઉતરી થોડા દૂર જઈને પાછા
રીક્ષામાં બેસી ગયો હતો. આ દરમિયાન ત્રણેય જણાએ આગળ પાછળ બેસવાનું નાટક કર્યુ હતું
અને ચાલકે રીક્ષામાં અગાઉથી સવાર ત્રણેયે સ્પેશીયલ રીક્ષા કરી છે તો તેમને પહેલા
ઉતારી દઉં છું એમ કહી માનવધર્મ સર્કલ તરફ રીક્ષા રોંગ સાઇડ હંકારી હતી. દરમિયાનમાં
માનવધર્મ આશ્રમ પાસે રીક્ષામાંથી વેપારીનો સામાન ફેંકી દઇ ચલો ઉતરો એમ કહી
રીક્ષામાંથી ઉતારીને ભાગી ગયા હતા. ગઠીયાઓએ વેપારીએ પેન્ટના ચોર ખિસ્સામાં મુકેલા
રોકડા 1.97 લાખ તફડાવી લીધા હતા. ઘટના અંગે રીક્ષા ન. જીજે-
05-બીવાય-1883 ના ચાલક સહિતના વિરૃધ્ધ વેપારીએ કતારગામ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s