સુરતમાં સૂર્યદેવ પ્રગટ થયાઃ લગ્ન પ્રસંગોનું આયોજન કરનારાઓને હાશ

– બે
દિવસ માવઠાંએ પ્રસંગો બગાડયા બાદ ઉઘાડ નિકળતા રાહતઃ મહત્તમ તાપમાન
33.0, લઘુત્તમ 23.0 ડિગ્રી

 સુરત

સુરત
શહેરમાં શુક્રવારે કમોસમી વરસાદ ઝીંકાયા બાદ આજે આખો દિવસ સૂર્યદેવતા પ્રગટ રહેતા તાપમાન
33.0 ડિગ્રી નોંધાતા લગ્નનું આયોજન કરનારા વર વધુના પરિવારજનોએ સૌથી મોટી રાહત
અનુભવી હતી.

હવામાન
કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરાયા
બાદ  શુક્રવારે સુરત શહેર અને જિલ્લામાં
મેઘરાજા મનમુકીને વરસતા સૌથી વધુ દોડાદોડી લગ્નના આયોજન કરનારાઓને થઇ હતી. કેમકે
મોટાભાગના લગ્નો પાર્ટી પ્લોટ
,
કોમન પ્લોટ કે પછી સૌસાયટીઓમાં ખુલ્લામાં આયોજન થયા હોવાથી વરસાદના
કારણે મંડપો પલળતા જ છેલ્લી ઘડીએ લગ્નની વિધિઓ 
કે પછી જમણવાર બંધ ઘરમાં કે વાડીઓમાં કરાવવા માટે દોડાદોડી કરવી પડી હતી.
દરમ્યાન આજે મેઘરાજા એકદમ શાંત રહેતા અને આખો દિવસ તાપ પડતા લગ્નનું આયોજન
કરનારાઓને મોટી રાહત થઇ હતી.

<

p class=”12News”>આજે
સુરતનું અધિકતમ તાપમાન
33.0 ડિગ્રી, લઘુતમ તાપમાન 23.0
ડિગ્રી
,હવામાં ભેજનું પ્રમાણ 52 ટકા,
હવાનું દબાણ 1005.2 મિલીબાર અને ઉતર-પૂર્વીય
દિશામાંથી કલાકના
5 કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s