સરથાણાના સુખારામ જ્વેલર્સ ફાયરીંગ પ્રકરણ: શોર્ટ કટમાં રૂપિયા કમાવવા ખંડણી માંગવા કોલ કર્યો, રીસીવ નહીં કરતા ફાયરીંગ કર્યુ

– ફાઇનાન્સનો ધંધો કરતો મિત્ર આર્થિક મુશકેલીમાં મુકાતા ખંડણી-લૂંટનું પ્લાનીંગ કરનાર રાજકોટ-અમરેલીની ટોળકીના શૂટર સહિત ત્રણ ઝડપાયા

-જ્વેલર ખંડણી નહીં આપે તો લૂંટી લેવાનો પ્લાન ઘડયો હતોઃ જો કે પબ્લીક વધુ હોવાથી શૂટરના સાથીદારો નહીં આવતા પ્લાન ફેઇલ થયો

સુરત
સરથાણાના સુખારામ જ્વેલર્સ પર ફાયરીંગ કરનાર ગેંગનો ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કરી શૂટર સહિત ત્રણને ઝડપી પાડયા છે. પ્રાથમિક તપાસમાં ફાયનાન્સનો ધંધો કરતો મિત્ર આર્થિક મુશકેલીમાં મુકાતા શોર્ટ કટમાં રૂપિયા કમાવવા જ્વેલર્સને ધમકી ભર્યા ફોન કરી ખંડણી માંગવાનો અને નહીં આપે તો લૂંટ કરવાનો પ્લાનીંગ હોવાનું બહાર આવ્યું છે. જો કે ખંડણી-લૂંટનો માસ્ટર માઇન્ડ એવો ફાયનાન્સર સહિત હજી બે પોલીસ સકંજામાં આવ્યા નથી.
સરથાણા જકાતનાકા સ્થિત રાઇઝોન પ્લાઝામાં આવેલા સુખારામ જ્વેલર્સમાં બુકાનીધાકી દ્વારા ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરવાના ચકચારી પ્રકરણમાં ક્રાઇમ બ્રાંચે લસકાણા ગામ સ્થિત ખેતલાઆપા ટી સેન્ટર પાસેથી મિહીર શૈલેષ ડોબરીયા (ઉ.વ. 20 રહે. રામકૃષ્ણા નગર, ગુંદાળા રોડ, ગોંડલ, રાજકોટ અને મૂળ બાલાપર, તા. જામકંડોરણા, રાજકોટ), દર્શન ભીમા રાઠોડ (ઉ.વ. 21 રહે. 2, કસ્તુરીબાગ સોસાયટી, દાદા ભગવાન મંદિર પાસે, કામરેજ અને મૂળ. લીલીયા, અમરેલી) અને જય મગન તેજાણી (ઉ.વ. 22 રહે. વૃંદાવન સોસાયટી-2, ટીવીએસ ગ્રાઉન્ડની પાછળ, ગોંડલ, રાજકોટ અને મૂળ પીઠડીયા, તા. જેતપુર, રાજકોટ) ને ઝડપી પાડી તેમની પાસેથી પિસ્ટલ 1 નંગ અને ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂ. 65 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસે ત્રણેયની હાથ ધરેલી પૂછપરછમાં વરાછા વિસ્તારમાં ફાયનાન્સનો ધંધો કરતા મિત્ર રાહુલ દિનેશ ગમારા હાલ આર્થિક મુશકેલી હોવાથી શોર્ટ કટમાં રૂપિયા કમાવવા માટે તેણે શહેરના અલગ-અલગ વિસ્તારના જ્વેલર્સને ફોન કરી ડરાવી-ધમકાવી ખંડણી માંગવાનો અને ખંડણી નહીં આપે તો લૂંટ કરવાનો પ્લાનીંગ કરી તેમાં મિત્ર મિહીરને સામેલ કર્યો હતો. મિહીરે દર્શન અને જય તથા રાહુલે હિતેશ કોળી સાથે મળી ખંડણી અને લૂંટના ગુનાને અંજામ આપવાનું નક્કી કર્યુ હતું. જે અંતર્ગત ખંડણી માટે સુખારામ જ્વેલર્સમાં ધાક-ધમકી આપવા ફોન કર્યો હતો. પરંતુ ફોન રિસીવ નહીં કરતા લૂંટ કરવાનું નક્કી કર્યુ હતું. પ્લાનીંગ મુજબ મિહીર પોતાની પાસેની પિસ્ટલ લઇ જ્વેલર્સ પાસે ગયો હતો અને એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. ત્યાર બાદ દર્શન, જય અને હિતેશ ત્યાં લૂંટ માટે આવવાના હતા પરંતુ પબ્લીક વધું હોવાથી ત્રણેય જણા આવ્યા ન હતા. જેથી પકડાઇ જવાના ડરે મિહીરે બીજા બે રાઉન્ડ ફાયરીંગ કરી કોમ્પ્લેક્ષના અંડર ગ્રાઉન્ડમાં ભાગી ગયો હતો અને ત્યાંથી ટી-શર્ટ બદલી પગપાળા બહાર નીકળી રાહદારીના મોબાઇલ પરથી દર્શન અને જયને ફોન કરી પોતાના વતન ભાગી ગયા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે માસ્ટર માઇન્ડ રાહુલ અને હિતેશને વોન્ટેડ જાહેર કર્યા છે.

વરાછા, કાપોદ્રના સાતથી વધુ જ્વેલર્સની રેકી કરી હતીશોર્ટ કટમાં રૂપિયા કમાવવા પ્રથમ ખંડણી અને નહીં આપે તો લૂંટનો પ્લાન ઘડનાર ફાયનાન્સર રાહુલ દિનેશ ગમારાએ મિહીર સહિતના સાથીદારોઓ માત્ર સુખારામ જ્વેલર્સને જ નહીં પરંતુ સરથાણા, વરાછા, કાપોદ્રા વિસ્તારના અન્ય જ્વેલર્સની પણ રેકી કરી હતી. જેમાં અમર જ્વેલર્સ, અનાદી જ્વેલર્સ, નાકરાણી જ્વેલર્સ, સહિત સાતથી વધુ જ્વેલર્સની રેકી કરી હતી. સુખારામ જ્વેલર્સ મેઇન રોડ પર હોવાથી લૂંટ કરી ઝડપથી ભાગી જવાય તે હેતુથી તેની પર પ્રથમ પસંદગી કરી હતી.

આર્થિક મુશકેલીમાં મુકાતા ફાઇનાન્સરે ગેંગ તૈયાર કરી, 20 લાખની ખંડણીનું પ્લાનીંગ કર્યુ હતું
વરાછા વિસ્તારમાં ફાયનાન્સનો ધંધો કરતા રાહુલ દિનેશ ગમારા આર્થિક મુશકેલીમાં મુકાતા તેણે શોર્ટ કટમાં રૂપિયા કમાવવાનું પ્લાનીંગ કર્યુ હતું. જેમાં અગાઉ ગોંડલમાં દારૂના કેસમાં ઝડપાયેલા મિહીર સહિતને સામેલ કર્યા હતા. સુખારામ જ્વેલર્સમાં ખંડણીનો પ્લાન નિષ્ફળ જતા લૂંટ કરવા ગયા પરંતુ તેમાં પણ સફળતા મળી ન હતી. પોલીસ તપાસ ચાલી રહી હોવાથી રાહુલે તમામને ભુગર્ભમાં રહેવા કહ્યું હતું પરંતુ મિહીરે પુનઃ પ્લાનીંગ કરતા પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે મામલો થાળે પડતા રાહુલે પુનઃ સુખારામ જ્વેલર્સના કલ્પેશ ધકાણને ફોન પર 20 લાખની ખંડણી માટે ધમકી ભર્યા ફોન કરવાના હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s