દેશના ટોપ-10 સ્વચ્છ શહેરોમાં સતત બીજા વર્ષે સુરત શહેર બીજા ક્રમે

– 4320 શહેરોએ સર્વેક્ષણમાં ભાગ લીધો હતોઃ 40 લાખથી વધુ
વસ્તી ધરાવતા શહેરોમાં સુરતને સૌથી વધુ
5559.21 માર્કસ

– સર્વિસ લેવલ
પ્રોગ્રેસ કેટેગરીમાં સુરત શહેરે
1 લાખથી વધુ દસ્તાવેજો અપલોડ કર્યા હતા

       સુરત

સુરત
શહેર સતત બીજા વર્ષે દેશના ખુબસુરત સ્વચ્છ શહેરોમાં બીજા ક્રમે આવતા આજે રાષ્ટ્રપતિના
રામનાથ કોંવિદના હસ્તે એવોર્ડ એનાયત કરાયો હતો. કુલ
4320 શહેરોમાંથી સુરત શહેરને
બીજા ક્રમનું સ્વચ્છ શહેરનું સ્થાન મળ્યુ છે.જયારે
40 લાખથી વધુ
વસ્તી ધરાવતા શહેરોમાં
6,000 માંથી સુરત શહેરને સૌૈથી વધુ ગુણ
પ્રાપ્ત થયા છે.આ સિવાય અન્ય કેટેગરીમાં પણ સુરતનું નામ ચમકયુ છે.

ભારત
સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન એર્ફેસ દ્વારા
2016 થી દેશભરના શહેરો
કાયમી સ્વચ્છ રહે તે માટે સર્વેક્ષણનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આ વર્ષે પણ
સ્વચ્છતા સર્વેક્ષણ-
2021 હેઠળ દેશભરમાંથી 4320 શહેરોએ ભાગ લીધો હતો. આજે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદની
અધ્યક્ષતામાં સ્વચ્છ અમૃત મહોત્સવ એવોર્ડસ-
2021 નું આયોજન
થયુ હતુ. તેમાં બીજા ક્રમનો એવોર્ડ મેયર હેમાલી બોઘાવાલા
, મ્યુનિ.
કમિશ્નર બન્છાનિધી પાની
, મિશન ડાયરેક્ટર સહિત ગુજરાત સરકારના
ઉચ્ચ અધિકારીઓેએ રાષ્ટ્રપતિના હસ્તે સ્વીકાર્યો હતો. ઇન્દોર શહેર પ્રથમ ક્રમે
આવ્યું છે.

સ્વચ્છતા
સર્વેક્ષણ-
2021 અંતર્ગત 1 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં સુરત શહેર
સમ્રગ દેશમાં બીજો ક્રમ અને
40 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં
સુરત શહેરને સૌથી વધુ
6,000 માંથી 5559.21  ગુણ પ્રાપ્ત થયા છે. સ્વચ્છતા સર્વેક્ષણ-2021
ની માર્ગદર્શિકા મુજબ સર્વિસ લેવલ પ્રોગ્રેસ કેટેગરીમમાં સુરત શહેર દ્વારા
કુલ
1 લાખથી વધુ દસ્તાવજો અપલોડ કરવામાં આવ્યા હતા. જેના 2400 માંથી 2238.05 ગુણ પ્રાપ્ત થયા હતા.

સર્ટીફિકેશન
કેટેગરીમાં વોટર પ્લસ અને ફાઇવ સ્ટાર રેટીંગમાં
1800 માંથી 1600 ગુણ પ્રાપ્ત
થયા છે. સીટીઝન વાઇઝ કેટેગરીમાં નાગરિકોના પ્રતિભાવો
, સ્વચ્છતા
એપ
,પ્રત્યક્ષ સ્થળ, નિરીક્ષણ, ઇનોવેશન અને સીટીઝન એન્ગેજમેન્ટ હેઠળ કુલ 1800 માંથી
1721.15 ગુણ પ્રાપ્ત કર્યા છે.

પ્રોસેસિંગ
રીસાઇકલીંગ સહિતની કામગીરીમાં સૌથી સુરતને ઉચ્ચ પ્લેટીનમ કેટેગરીમાં સન્માન

સ્વચ્છ
સર્વેક્ષણ-
2021 ની માર્ગદર્શિકા મુજબ પ્રેરક દૌર ( દિવ્ય, અનુપમ,
ઉજ્જવલ, ઉદિત, આરોહી,)
સન્માન એવોર્ડે કેટેગરીમાં વિવધ પેરોમીટર-કચરાનું વર્ગીકરણ, કુલ ઉત્તપન્ન કચરાના પ્રોસેસીંગ માટેની ક્ષમતા, ભીના
અને સુકા કચરાનું પ્રોસેસીંગ
, સી એન્ડ ડી વેસ્ટનું પ્રોસેસીંગ.
રીસાઇકલીંગ
, રિયુઝ અને કચરાના પ્રોસેસીંગ બાદ પ્રોસેસ રીજેકટ
કચરાનું ડમ્પીંગ આ તમામ કામગીરીના આધારે સુરત શહેરને સૌથી ઉચ્ચ પ્લેટીનમ કેટગરીમાં
સન્માન થયુ છે.

સફાઇ મિત્ર  સુરક્ષા ચેલેન્જમાં પાંચમો ક્રમ

કેન્દ્ર
સરકાર દ્વારા પ્રથમ વખત ડ્રેનેજ સફાઇ અને મેન્યુઅલ સ્કેવેન્જીંગ ના સંર્પૂણ
પ્રતિબંધ માટે સફાઇ સુરક્ષા ચેલેન્જ શરૃ કરવામાં આવેલ હતી
,જેમાં દેશના 246 શહેરોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં સુરત શહેરને સફાઇમિત્ર સુરક્ષા
ચેલેન્જમાં પાંચમો ક્રમ પ્રાપ્ત થયો હતો.

સુરતને ફાઇવસ્ટાર
રેટિગ શહેર જાહેર કરાયું હતું

કેન્દ્ર
સરકાર દ્વારા સ્વચ્છ અમૃત મહોત્સવ એવોર્ડસ
2021 માં સુરત શહેરને 5– સ્ટાર રેટીંગ શહેર જાહેર કરવામાં આવ્યુ હતુ. આ એવોર્ડ મેયર અને પાલિકા
કમિશ્નર અને ડે.કમિશ્નર આશિષ નાયક દ્વારા સ્વીકારાયો હતો.

ગુજરાતના
અન્ય શહેરોના રેન્કીંગ

શહેર  રેન્ક

ગાંધીનગર    14

વડોદરા       22

શહેર 
રેન્ક

અમદાવાદ    27

<

p class=”12News”>રાજકોટ       33

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s