ત્યકતાને પ્રેમજાળમાં ફસાવી બિલ્ડરે શરીરસંબંધ બાંધ્યા બાદ તરછોડી

– સણિયા હેમાદ વિસ્તારની સોસા. ના પ્રમુખ એવા બિલ્ડેર અપરિણીત હોવાનું કહી ત્યકતાના સંતાાનને પિતાનું નામ આપવાનું પ્રલોભન આપ્યું
– પત્નીને લગ્નેત્તર સંબંધની જાણ થઇ જતા ત્યકતાને અપશબ્દો કહ્યા, પત્નીને છુટાછેડા આપવાનો છું કહી લીવ ઇનનો કરાર બનાવ્યો

સુરત
સણીયા હેમાદ વિસ્તારમાં રહેતી બે સંતાનની માતા એવી ત્યક્તાને અપરિણીત હોવાનું કહી લગ્ન કરી સંતાનને પિતાનું નામ આપવાની લાલચ આપી ફાર્મ હાઉસ, હોટલ તથા ઘરે અનેક વખત શરીરસંબંધ બાંધ્યા બાદ તરછોડી દઇ મારી નાંખવાની ધમકી આપનાર બિલ્ડર એવા એક સંતાનના પિતા વિરૂધ્ધ સરથાણા પોલીસમાં ફરીયાદ નોંધાય છે.
શહેરના છેવાડાના સણીયા હેમાદ ગામ વિસ્તારમાં રહેતી મીનલ (ઉ.વ. 40 નામ બદલ્યું છે) એ પ્રેમલગ્ન કર્યા હતા. પતિ સાથે મનમેળ નહીં હોવાથી વર્ષ 2016 માં છુટાછેડા લઇ 16 વર્ષના પુત્ર અને 12 વર્ષની પુત્રી સાથે અલગ રહે છે અને સિલાઇ કામ કરી ગુજરાન ચલાવે છે. મીનલ બે વર્ષ અગાઉ પુણા ગામની શંકર નગર સોસાયટીમાં ભાડેથી રહેવા ગઇ હતી ત્યારે સોસાયટીના પ્રમુખ સંજય બાબુભાઇ પોકળ (ઉ.વ. 45 રહે. રાજ પેલેસ, પુણા) એ યેનકેન પ્રકારે મીનલનો મોબાઇલ નંબર મેળવી ફોન કરી ઘરે મળવા ગયો હતો. સંજયે પોતે અપરિણીત છે એમ કહી લગ્ન કરવાની અને તેના બે સંતાનને બાપ તરીકે નામ આપવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ ઘરે અને ઓલપાડ ખાતે ફાર્મ હાઉસ તથા ડુમ્મસની ઓયો હોટલમાં લઇ જઇ વારંવાર શરીરસંબંધ બાંધ્યા હતા. પોતે અપરિણીત હોવાનું કહેનાર સંજયના લગ્નેત્તર સંબંધની જાણ તેની પત્ની નયનાને થઇ જતા તેણે મીનલને ફોન કરી અપશબ્દો ઉચ્ચાર્યા હતા. જેથી મીનલે આ અંગેની જાણ સંજયને કરતા તેણે નયના સાથે જબરજસ્તી લગ્ન કરાવ્યા છે, તે મને પસંદ નથી એમ કહી છુટાછેડા આપવાનો છું અને તારી સાથે લગ્ન કરવાનો છું એમ કહી લીવ ઇન રીલેશનશીપનો કરાર બનાવ્યો હતો. પરંતુ ત્યાર બાદ સંજયને દારૂના નશામાં મીનલને માર મારી સંતાન સાથે મારી નાંખવાની ધમકી આપી તરછોડી દેતા મીનલે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે સંજયની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s