વિવિંગ ઉદ્યોગમાં 70 ટકા એકમો શરૃઃ ગ્રેના ઉત્પાદનમાં ધીમે ધીમે વધારો

-સામાન્ય રીતે હોળી અને દિવાળી વેકેશન પછી કારીગરોની સમસ્યા
વિવિગ ઉદ્યોગને સતાવતી રહી છે
,
હાલમાં કારીગરોની સમસ્યા નથી

સુરત,     

વિવિંગ
ઉદ્યોગમાં કારીગરોની અત્યારે કોઈ તકલીફ નથી. જુદીજુદી ઔધોગિક વસાહતોમાં ૭૦ ટકા
જેટલા વિવિગના એકમો શરૃ થઈ ગયા છે. દિવાળી પછી એકમો શરૃ થાય ત્યારે કારીગર વર્ગ
વધુ મજુરી મેળવવા માટે એકમો બદલે છે અને તેને કારણે
15-20 ટકા જેટલી
કારીગરોની કમી અનુભવવી પડે છે.

કારીગર
વર્ગ વરસમાં બે વખત વેકેશન લેતો આવ્યો છે. ૧૦-૧૨ દિવસ કે મહિનો દોઢ મહિનાનું
વેકેશન મનાવી પરત ફરે ત્યારે
,
કારીગર એકમ વધું મજૂરી માટે એકમ બદલી નાખતો હોય છે. આમતો, વિવિગ ઉદ્યોગનો કારીગર ૨૦થી ૨૫ હજારની મજૂરી મહિને મેળવતો હોય છે. પણ,
પરત ફરે ત્યારે મિટરે 5-10 પૈસાનો વધારો મળે
તે માટે કારખાનું બદલે છે.

સામાન્ય
રીતે હોળી અને દિવાળી વેકેશન પછી કારીગરોની સમસ્યા વિવિગ ઉદ્યોગને સતાવતી રહી છે. કીન્તુ
આ વખતે એવું બન્યું છે કે કારીગરોની માથાકૂટ નથી. કારીગરો પૂરતાં પ્રમાણમાં છે અને
કામકાજ પણ ધીરેધીરે આગળ વધી રહ્યું છે. ગ્રેનું ઉત્પાદન પણ ધીમે ધીમે વધી રહ્યું છે.
જોકે
, આગામી
અઠવાડિયામાં કાપડ બજાર શરૃ થવા સાથે જ કામકાજમાં આવવાની આશા છે.

કારખાનેદારોને
અત્યારે કોઈ મોટી તકલીફ નથી. દિવાળી સુધી વિવિગના એકમો ધમધમતા હોવાથી
, ગ્રેનું પ્રોડક્શન પણ
પૂરતા પ્રમાણમાં હતું. દિવાળી પછી ઉત્પાદન શરૃ થવાને કારણે માલના ભરવાની ચિંતા બહુ
ઓછાં કારખાનેદારોને પરેશાન કરી રહી છે. જોકે
, ઘણાં એકમોમાંથી
તાકાઓનો જથ્થો ધીરે ધીરે ઓછો થઈ ગયો છે.

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s