ફેરફાર રિપોર્ટ પર મહોર મારતા વક્ફ બોર્ડના હુકમ સામેની અપીલ મંજુરસુરત

તત્કાલીન મુતવ્વલીના લેખિત વાંધાને ધ્યાને લીધા વિના ફેરફાર રિપોર્ટને મંજુરી આપવાના હુકમથી નારાજ થઈને બે એપેલેન્ટે અપીલ કરી હતી

સુરતના
પખાલીવાડ ટ્રસ્ટના ટ્રસ્ટીઓના નિમણુંક અંગેના ફેરફાર રિપોર્ટને મંજુરી આપતા ગુજરાત
રાજ્ય વક્ફ બોર્ડના હુકમથી નારાજ થઈને બે એપેલેન્ટ દ્વારા કરાયેલી અપીલને ગુજરાત રાજ્ય
વકફ ટ્રીબ્યુનલે મંજુર કરી વકફ બોર્ડનો ફેરફાર રિપોર્ટને રદ કર્યો છે.વધુમાં પખાલીવાડ
મસ્જિદમાં મહોલ્લાના રહીશોની સામાન્ય સભામાં ઠરાવ કરી નવા ટ્રસ્ટીઓની નિમણુંક કરીને
તેમના મારફતે ફેરફાર રિપોર્ટ વકફ બોર્ડમાં સુપરત કરવા નિર્દેશ આપ્યો છે.

ધી
ગુજરાત રાજ્ય વક્ફબોર્ડમાં નોંધાયેલા સુરતના પખાલીવાડ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની નિમણુંક
બાબતે ફેરફાર રિપોર્ટને જુન-2020માં ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા મંજુર કરતો
હુકમ કર્યો હતો.જે હુકમથી નારાજ થઈને એપેલેન્ટ સૈયાદ નિઝામ સૈયદ અકબર તથા નુરમહોમદ
કાસમમીંયા શેખે વકફ બોર્ડ સહિત ગુલામ ગુલામ મોહમદ શેખ
,મોહમદ હનીફ શેખ,
ઝહીરુદ્દીન સૈયદ,મોહમદ મન્સુરી વગેરેની
વિરુધ્ધ વકફ બોર્ડ ટ્રીબ્યુનલમાં અપીલ કરી હતી.જેની સુનાવણી દરમિયાન એપેલેન્ટ તરફે
એવી રજુઆત કરવામાં આવી હતી કે આ ફેરફાર રિપોર્ટ સબમીટ કરનાર ઈસમો પૈકી અબ્દુલ ગફુર
ઈસ્માઈલ શેખ જે તે વખતના મુતવલ્લી દ્વારા જાન્યુ-2020માં લેખિતમાં વાંધા રજુ કર્યા
હતા.જેને ધ્યાનમાં લીધા વગર વકફ બોર્ડે ફેરફાર રિપોર્ટને બિનતકરારી ગણીને મંજુરી
આપતો હુકમ કર્યો છે.આ ફેરફાર રિપોર્ટ સંબંધે મહોલ્લાવાસીઓની મીટીંગ પખાલીવાડ
મસ્જિદને બદલે કમાલ મસ્જિદમાં રાખીને ફેરફાર રિપોર્ટને એકબીજાના મેળા પિપણામાં
મંજુરીની મહોર મારવામાં આવી છે.જેથી રેકર્ડ પરના પુરાવા તથા એપેલેન્ટ તરફેની
રજુઆતોને માન્ય રાખીને વકફ બોર્ડ ટ્રીબ્યુનલને એપેલેન્ટની અપીલને મંજુર કરી
ટ્રસ્ટીઓની નિમણુંક સંબંધે ફેરફાર રિપોર્ટને મજુર કરતા વકફ બોર્ડના હુકમને રદ
કર્યો હતો. વધુમાં વકફ બોર્ડના અધિકારી મારફતે મહોલ્લામાં રહીશોને પખાલીવાડ
મસ્જિદમાં સામાન્ય સભા બોલાવીને સર્વાનુમતે ઠરાવ કરી પીટીઆરમાં જણાવેલા અનુગામી
ટ્રસ્ટીઓ નીમવાની રીત મુજબ નવા ટ્રસ્ટીઓની નિમણુંક કરવા હુકમ કર્યો છે.જે નવા
ટ્રસ્ટીઓએ ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં ફેરફાર રિપોર્ટ સબમીટ કરવા નિર્દેશ આપવામાં
આવ્યો છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s