એડમિશન રદ કરાવનાર વિદ્યાર્થીને બાકી ટર્મ ફી પરત આપવા કોચીંગ ક્લાસીસ જવાબદાર


સુરત

કોચીંગ ક્લાસીસમાં પૂર્ણ કોર્સ પુરો ન થાય ત્યાં સુધી સંસ્થા છોડીને જનાર વિદ્યાર્થી ચુકવેલી ફીનું રીફંડ ક્લેઈમ કરશે નહીં તેવું લખાવી લેવાયું હતું

કોચીંગ
ક્લાસીસમાં એડમિશન ફોમમાં જ વિદ્યાર્થીઓ કુલ કોર્સ પુરો ન થાય ત્યાં સુધી સંસ્થા
છોડીને જશે નહીં અને જો સંસ્થા છોડી જાય તો ચુકવેલી ફીનું રીફંડ ક્લેઈમ કરી શકે
નહીં તેવું કુદરતી ન્યાયના સિધ્ધાંત વિરુધ્ધનું લખાણ ં લખાવી લેનાર સંસ્થાને લપડાક
મારીને સુરત ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ એમ.એમ.ચૌધરી તથા સભ્ય પૂર્વીબેન
જોશીએ વિદ્યાર્થીઓને વ્યાજ સહિત ફી પરત ચુકવવા હુકમ કર્યો છે.

ફરિયાદી
હુશેન મોહમદ તસ્વ્વુરના સગીર સંતાન સૈયદ રૃકૈયા યુનુસ તથા ફરહત અંસારીએ
નવેમ્બર-2013માં ધો.10 ની પરીક્ષા ઉતીર્ણ કર્યા બાદ ઘોડદોડ રોડ સ્થિત ધી ક્વાર્ક
નામ ની કોચીંગ ઈન્સ્ટીટયુટમાં બે વર્ષના કોર્સની કુલ રૃ.97 હજાર ફી જમા કરાવીને
પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ પ્રથમ સેમેસ્ટરમાં જ કોચીંગની ગુણવત્તા સંતોષકારક ન
જણાતા એડમિશન રદ કરાવવા માંગ કરી હતી. એક સેમીસ્ટરની ફી રૃ.24,500
 બાદ કરી બાકીના ચાર
સેમેન્ટરની કુલ રૃ.72,500
 ની ફી પરત કરવા માંગ કરી હતી. જો
કે કોચીંગ ક્લાસીસના સંચાલકોએ રીફંડ ક્લેઈમના પત્રનો જવાબ આપવાની પણ દરકાર કરી
નહોતી.

જેથી
વિદ્યાર્થીઓના ફરિયાદી પિતા હુશેન તસ્વ્વુરે ઈશાન શ્રેયસ દેસાઈ મારફતે કોચીંગ
ક્લાસીસના સંચાલકો વિરુધ્ધ ગ્રાહક કોર્ટમાં ન્યાય માટે ધા નાખી હતી. જેના
સમર્થનમાં નેશનલ કમિશન તથા સર્વોચ્ચ અદાલતના પ્રસ્થાપિત સિધ્ધાંતને ટાંકીને
ફરિયાદપક્ષે જણાવ્યું હતું કે કોચીંગ ક્લાસીસની ટીચીંગ મેથડ અનુકુળ ન આવે તો
વિદ્યાર્થીએ ભરેલી ફી પરત કરવા જવાબદાર હોઈ આવા કેસો ચલાવવાની હકુમત ગ્રાહક
કોર્ટને છે.વધુમાં ફી નોન રીફંડેબલ હોવાની એડમિશન ફોર્મમાં છાપેલી શરત કુદરતી
ન્યાયના સિધ્ધાંતની વિરુધ્ધ હોઈ ફરિયાદીને એક સેમીસ્ટરની ફી બાદ કરી બાકીની ફી પરત
આપવા કોચીંગ ક્લાસીસ જવાબદાર છે. જેને ગ્રાહક કોર્ટે માન્ય રાખી ગ્રાહક કોર્ટે
પ્રથમવર્ષમાં પ્રથમ સત્ર બાદ અધવચ્ચેથી કોચીંગ ક્લાસીસ છોડી દેવા માંગતા હોઈ એક
વર્ષની ફી પરત આપવા સંસ્થાને નિર્દેશ આપ્યો છે. ગ્રાહક કોર્ટે બંને વિદ્યાર્થીઓને
વાર્ષિક સાત ટકાના વ્યાજ સહિત એક વર્ષની ફી પેટે રૃ.48,500
 તથા હાલાકી અને
અરજી ખર્ચ પેટે રૃ.5 હજાર ત્રીસ દિવસમાં ચુકવવા ટયુશન ક્લાસીસના સંચાલકોને હુકમ
કર્યો છે.

<

p class=”12News”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s