સિટીમાં બસ સ્ટેન્ડ અવાવરું જ્યારે ડુમસનું ઐતિહાસિક લંગર બસ સ્ટેન્ડમાં ફેરવાયું


સુરતીઓ માટેના એકમાત્ર આઉટીંગ સ્થળ ડુમસમા બસ સ્ટેન્ડ નહી હોવાથી
લોકોએ બસ રાહ જોતા લંગર ઉપર બેસી રહેવું પડે છે

સુરત,

સુરતના
એક માત્ર પર્યટક સ્થળ એવા ડુમસમાં પાલિકા લાંબા સમયથી સીટી બસ તો દોડાવે છે પરંતુ ત્યાં
હજી બસ સ્ટેન્ડ બનાવ્યું નથી. પાલિકાએ બસ સ્ટેન્ડ બનાવ્યું ન હોવાથી મુસાફરોએ સીટી
બસની રાહ જોઈ જોવા માટે ઐતિહાસક લંગર પર બેસવું પડી રહ્યું છે. આ વિસ્તારમાં બસ સ્ટેન્ડની
તાતી જરૃરિયાત છે ત્યાં બસ સ્ટેન્ડ બન્યા નથી પરંતુ જ્યાં ઉપયોગ નથી તેવા રૃટ પર પાલિકાએ
બસ સ્ટેન્ડ બનાવી દીધા છે.

સુરતમાં
43 રૃટ પર 500થી વધુ સીટી બસ દોડી રહી છે તેના માટે પાલિકાએ અગાઉથી બસ સ્ટેન્ડ બનાવી દીધા
હતા. જેમાંથી સંખ્યાબંધ બસ સ્ટેન્ડ એવા છે જેનો ઉપયોગ થતો ન હોય ભિક્ષુકો
, અસામાજિક તત્વોએ કબ્જો કરી દીધો છે તો કેટલાક બિન ઉપયોગી બસ સ્ટેન્ડ અવાવરૃ
બની ગયાં છે. બીજી તરફ જ્યાં મુસાફરોની નોંધ પાત્ર સંખ્યા છે તેવા વિસ્તારમાં પાલિકાએ
બસ સ્ટેન્ડ બનાવ્યા ન હોવાથઈ મુસાફરોએ બસની રાહ જોવામાં અન્ય જગ્યાએ ઉભા રહેવું પડે
છે.

<

p class=”12News” style=”text-align:justify;”>સુરતમાં
દરિયા કિનારો ધરાવતું ડુમસ સુરતીઓ માટે હરવા ફરવાનું માનીતું સ્થળ છે ત્યાં લાંબા સમયથી
સીટી બસ દોડી રહી છે અને રોજ સેંકડો મુસાફરો મુસાફરી કરી રહ્યાં છે. પ્રવાસી ઉપરાંત
ડુમસ-ભીમપોર તથા અન્ય વિસ્તારમાંથી લોકો નોકરી- રોજગારી માટે સુરત તરફ આવે છે. ડુમસના
લંગર સુધી પાલિકા તંત્ર બસ દોડાવે છે પરંતુ બસ સ્ટેન્ડ હજી બનાવ્યું નથી. જેના કારણે
બસની રાહ જોઈને મુસાફરો ઐતિહાસિક લંગર પર બેસે છે. બસ લંગર પરથી ઉપડતી હોવાથી લોકોએ
ઐતિહાસિક લંગરને કામ ચલાઉ બસ સ્ટેન્ડ બનાવી દીધું છે. જ્યાં જરૃર નથી ત્યાં બસ સ્ટેન્ડ
બનાવી દીધા છે અને જ્યાં જરૃર છે ત્યાં બસ સ્ટેન્ડ ન બનાવીને પાલિકા અક્કલનુ પ્રદર્શન
કરી રહી છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s