આંગણવાડી વર્કર, હેલ્પર્સની પડતર માંગ મુદ્દે તા.1 ડિસેમ્બરથી આંદોલનની ચીમકીસુરત

સુરત સહિત રાજ્યની 1 લાખ જેટલી બહેનોના લઘુતમ વેતન, કાયમી કરવાની માંગ સહિતના વર્ષો જુના પ્રશ્ને કલેકટરને રજૂઆત

સુરત
સહિત રાજ્યભરમાં કુપોષણ ક્ષેત્રે સેવા બજાવતી અંદાજે 1 લાખ જેટલી આંગણવાડી વર્કર-હેલ્પર
બહેનોએ આજે રાજ્યના મુખ્યમંત્રી તથા બાળ વિકાસ મંત્રીને સંબોધીને સંબંધિત જિલ્લા કલેકટરને
આવેદન પાઠવીને  પોતાની વર્ષો જુની વણઉકેલ માંગણીઓના
નિરાકરણ માટે અલ્ટીમેટમ આપી આગામી તા.1લી ડીસેમ્બરના રોજ વ્યાપક આંદોલન કરવાની ચીમકી  ઉચ્ચારી છે.

ગુજરાત
આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ આજે સુરત સહિત રાજ્યભરમાં કુપોષણ ક્ષેત્રે
સેવા બજાવતી અંદાજે એક લાખ જેટલી આંગણવાડી વર્કર-હેલ્પર બહેનોએ પોતાની વર્ષોથી
પડતર રહેલી માંગણીઓના નિકાલ માટે કલેકટરને આવેદનપત્ર આપી માંગ કરી છે. મુખ્યમંત્રી
તથા બાળ વિકાસ મંત્રીને સંબોધીને આંગણવાડી હેલ્પર-વર્કર બહેનોની કુલ 14 જેટલી પડતર
માંગણીનો ઉલ્લેખ કરાયો છે. છેલ્લાં 45 વર્ષની સેવા છતાં આંગણવાડી વર્કર-હેલ્પરને
દેશના અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાતમાં ઓછુ વેતન અપાય છે. કાયમી પણ કરાતા નથી.

આંગણવાડી
વર્કર હેલ્પરને કાયમી કરવા
,
પુર્વ પ્રાથમિક શિક્ષણનો દરજ્જો આપી લઘુત્તમ વેતન ચુકવવા માંગ કરી
છે. વધુમાં બાળકોને અપાતા આહારના બાલ શક્તિ માતૃ શક્તિ તથા પુર્ણ શક્તિના દુર્ગંધ
મારતા બેસ્વાદ નબળી ક્વોલીટીના તૈયાર પેકેટ બંધ કરી ટેક હોમ રેશન તથા બાળકોને દુધ
આપવા માંગ કરી છે. ત્રણ વર્ષ પહેલા ડેટા રિપોર્ટીંગ માટે અપાયેલા મોબાઇલ ઠપ છે
જેથી નવા આપવા માંગ થઇ છે. હેલ્પર બહેનોને માત્ર 3200ના વેતનમાં 75 ટકાના ધોરણે
વધારો કરી મીની આંગણવાડી વર્કરને પૂર્ણ વેતન આપો.

કોરાના
કામગીરીને કારણે અવસાન પામેલ બહેનોને સરકારે જાહેર કરેલા વળતર ચુકવવા તથા એક વખત
જિલ્લા તાલુકા ફેરની બદલીની તક આપવાનો નિર્ણય કરવા રજૂઆત થઇ છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s