સુમન મલ્હાર આવાસનું કામ પુર્ણ ન થતાં લાભાર્થીઓની હાલત કફોડી


પહેલાં
ધનતેરસ બાદ લાભ પાંચમે આવાસ આપવાની વાત પોકળ નિકળીઃ લાભાર્થીઓએ બેન્ક હપ્તા અને
ભાડા બન્ને ભરવા પડે છે

        સુરત,

સુરત
મ્યુનિ.ની નબળી કામગીરીના પગલે વેસુના આવાસના લાભાર્થીઓની હાલત કફોડી થઈ ગઈ છે. ૪૦૦થી
વધુ લાભાર્થીઓના દસ્તાવેજ થયાં અને લોન પણ થઈ ગઈ છે.  પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ન કરાતાં હજી
સુધી લાભાર્થીઓને આવાસ મળ્યા નથી. લાભાર્થીઓની લોન થઈ ગઈ છે અને બેંકના હપ્તા પણ શરૃ
થઈ ગયાં છે અને બીજી તરફ આવાસ ન હોવાથી ઘરના ભાડા પણ લાભાર્થીઓએ ભરવા પડી રહ્યાં છે.
પાલિકા તંત્રની નબળી કામગીરીના કારણે ૪૦૦થી વધુ પરિવારની હાલત કફોડી થઈ ગઈ છે.

અઠવા
ઝોનમાં વેસુ વિસ્તારમાં સુમન મલ્હાર આવાસ માટે
400થી વધુ લાભાર્થીઓને આવાસની ફાળવણી કરી
દેવામા આવી છે. ડ્રોથી ફાળવણી બાદ લાભાર્થીઓની બેન્ક લોન પણ થઈ ગઈ છે અને હપ્તા પણ
શરૃ થઈ ગયાં છે. પરંતુ  પાલિકાએ આવાસ
માટેની કામગીરી સોંપી છે તે કોન્ટ્રાક્ટર કટીરા કંસ્ટ્રક્શનને કામગીરી અધુરી છોડી
દીધી છે. જેના કારણે
200 લાભાર્થીઓ રહે છે તે જગ્યાએ પણ
ગંદકીના ઢગ છે. દિવાળી પહેલા ફરિયાદો બાદ ધનતેરસે લોકો કુંભ ઘડો મુકી શકે તે રીતે
કામ પુર્ણ કરવા મેયર દ્વારા તાકીદ કરાઇ હતી.

<

p class=”12News” style=”text-align:justify;”>જોકે, એક દિવસ કામ ચાલ્યા
બાદ કામ અટકી ગયું હતું અને ધનતેરસે આવાસનો કબજો મળ્યો નહોતો અને એજ સ્થિતિ આજે પણ
છે. અધિકારીઓની ઢીલાશને કારણે કોન્ટ્રાક્ટર લાંબા સમયથી કામગીરી કરતો નથી અને
લોકોનો મરો થઈ રહ્યો છે. આ અંગે આવાસના લાભાર્થીઓ વારંવાર રજુઆત કરી રહ્યાં છે
પરંતુ તેમને આવાસને બદલે માત્ર આશ્વાસન જ આપવામાં આવી રહ્યાં છે. પાલિકા તંત્ર
લાભાર્થીઓને આવાસ આપવા માટે તારીખ પર તારીખ આપે છે. જો પાલિકા આકરા પગલાં ભરીને
કબ્જો ન અપાવે તો આગામી દિવસોમાં લાભાર્થીઓ પાલિકા સામે મોરચો માડે તેવી ચીમકી
આપવામા આવી છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s