વેક્સિનના ડબલ ડોઝ લીધા હોય તો પણ કોરોના સંક્રમિત થવાની શકયતા


અમદાવાદની જેમ સુરતમાં પણ કેસમાં વધારો થઇ શકે છેઃ રાજ્ય
બહારથી ટ્રાવેલ કરીને આવતાં લોકો કોવિડ ટેસ્ટ કરાવેઃ સુરત મ્યુનિ.

સુરત,

દિવાળીની
રજા બાદ પરત ફરતાં એક પણ સુરતીઓ હજી સુધી પોઝીટીવ આવ્યા નથી પરંતુ અમદાવાદમાં
દિવાળી બાદ કોવિડના કેસમાં વધારો થતાં રાજ્ય બહારથી ટ્રાવેલ કરીને સુરત પરત આવતા
લોકોને કોવિડ ટેસ્ટ કરાવવા અપીલ કરાઇ છે. ડબલ વેક્સીન લીધી હોય તો પણ જો કાળજી ન
રાખવામાં આવે તો કોવિડ ફરીથી થઈ શકે તેવી શક્યતા પાલિકા તંત્રએ વ્યક્ત કરી છે.

સુરતમાં
દિવાળી બાદ પરત ફરતાં લોકોને સુરતના એન્ટ્રી પોઈન્ટ પર ચેકીંગ કરવામાં આવે છે. છેલ્લા
ત્રણ દિવસથી ત્રણ હજાર કરતાં વધુ લોકોના ટેસ્ટ પાલિકા તંત્રએ કર્યા છે પરંતુ એકપણ પોઝિટિવ
કેસ મળ્યો નથી. પરંતુ જે રીતે દિવાળી બાદ અમદાવાદમાં તબક્કાવાર કેસમાં વધારો થઈ રહ્યો
છે તે જોતાં ચિંતા વધી છે. પાલિકા તંત્રએ જણાવ્યુ કે
, કેટલાક લોકો વેક્સીનના
ડબલ ડોઝ લીધા હોય પછી નચિંત થઈ જાય છે અને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ કે સેનટાઈઝરનો
ઉપયોગ કરતાં નથી તે જોખમી સાબિત થઈ શકે છે.

<

p class=”12News” style=”text-align:justify;”>જે
લોકોએ ડબલ ડોઝ લીધા હોય પરંતુ માસ્કનો ઉપયોગ કરતાં ન હોય અને તેઓ પોઝીટીવ
વ્યક્તિના સંપર્કમાં આવે તો ફરીથી પોઝીટીવ થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.  અત્યાર સુધીમાં સુરતના એન્ટ્રી પોઈન્ટ પર એક પણ
વ્યક્તિ પોઝીટીવ નથી આવ્યો પરંતુ રાજ્ય બહાર ફરવા ગયેલા સુરતીઓને પ્રવાસ કરીને
સુરત પરત થતી વેળા એન્ટ્રી પોઇન્ટ પર કોવિડ ટેસ્ટ કરાવવા અપીલ કરાઇ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s