સચિન GIDC સાંઇનગરમાં કામકાજ મુદ્દે ઝઘડો: રૂમ પાર્ટનરે જ હમવતનીને તવો અને કુકર મારી રહેંસી નાંખ્યો

– અઠવાડીયા અગાઉ આવેલા હમવતની કામ કરતો નહીં હોવાથી ઝઘડો થતો હતો, રૂમ ખાલી કરાવવાનું કહેતા હત્યા કરી

સુરત
સચિન જીઆઇડીસીના સાંઇ નગરમાં ભાડાની રૂમમાં રહેતા બે રૂમ પાર્ટનર વચ્ચે ઘરનું કામકાજ કરવા મુદ્દે થયેલા ઝઘડાની અદાવતમાં હમવતનીએ હમવતનીને માથામાં લોખંડનો તવો અને કુકર મારી હત્યા કરતા પોલીસ દોડતી થઇ ગઇ છે. પોલીસે હત્યારાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.
સચિન જીઆઇડીસીના શીવનગર નજીક સાંઇ નગરના ઘર નં. 29, 30 માં ભાડાની રૂમમાં રહેતા કલ્લુ બડકુ નિશાદ (ઉ.વ. 46 મૂળ રહે. ફતેપુર, યુ.પી) સાથે અઠવાડિયા અગાઉ તેનો હમવતની પવન પતરાખન નિશાદ (ઉ.વ. 22) રહેવા આવ્યો હતો. પવન રહેવા આવ્યાના બે દિવસ બાદથી તેઓ વચ્ચે ઘરમાં પાણી ભરવા અને કરિયાણાનો સામાન લાવવા બાબતે ઝઘડો શરૂ થયો હતો. જેથી કલ્લુએ તેના અન્ય રૂમ પાર્ટનર રામચંદ્ર ગુપ્તાને કહ્યું હતું કે પવન કો રૂમ ખાલી કરવા દો.

જેની જાણ પવનને થઇ જતા બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. જે અંતર્ગત પવને લોખંડના તવા અને કુકર વડે હુમલો કરી કલ્લુના માથામાં ગંભીર ઇજા પહોંચાડતા તેનું મોત થયું હતું. ઘટના અંગે સચિન જીઆઇડીસી પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે કલ્લુ જીઆઇડીસીની મીલમાં છુટક કામ કરતો હતો જયારે પવન સંચા ખાતામાં નોકરી કરે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s