વરાછામાં 12 વર્ષીય બાળાને ચોકલેટની લાલચ આપી દારૂના નશામાં ધૂત યુવાનનું દુષ્કર્મ


– સુરતમાં માસૂમ બાળા સાથે દુષ્કર્મની વધુ એક ઘટના

– બરોડા પ્રિસ્ટેજના શૌચાલયમાં લઈ ગયો : બાળકીની બૂમો સાંભળી દોડી આવેલા નજીકના દુકાનદારોએ નરાધમને ઝડપી પોલીસને હવાલે કર્યો

સુરત, : સુરતના પાંડેસરા વિસ્તારમાં દારૂના નશામાં યુવાને માત્ર અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કર્યાની ઘટના હજુ તાજી છે ત્યારે વરાછાના બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં સોમવારે રાત્રે દારૂના નશામાં ધૂત યુવાને 12 વર્ષીય બાળકીને ચોકલેટની લાલચ આપી શૌચાલયમાં લઈ જઈ દુષ્કર્મ આચરી મોઢું દબાવ્યું હતું. જોકે, બાળકીની બૂમો સાંભળી દોડી આવેલા નજીકના દુકાનદારોએ નરાધમને ઝડપી લેતા બાળકીનો જીવ બચી ગયો હતો. લોકોએ 30 વર્ષીય યુવાનને પોલીસને હવાલે કરતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ સૌરાષ્ટ્રના વતની અને સુરતના વરાછા વિસ્તારમાં રહેતી તેમજ કચરો વીણતી મહિલા ગતરાત્રે બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં તેની ધો.7 માં અભ્યાસ કરતી 12 વર્ષીય પુત્રી સાથે કચરો વીણવા ગઈ હતી. કચરાના બે કોથળા થતા મહિલા એક કોથળો મુકવા ગઈ ત્યારે બાળકીને શૌચાલય પાસે એક કોથળા પાસે ઉભી રાખીને ગઈ હતી. તે સમયે નજીકના મકાનમાં સફાઈ કામ કરતા એક યુવાને તેને ચોકલેટ બતાવી પોતાની પાસે બોલાવી હતી. બાળકી તેની પાસે જતા યુવાન તેનો હાથ ખેંચી શૌચાલયમાં લઈ ગયો હતો અને દુષ્કર્મ આચરતા બાળકીએ બુમાબુમ કરી હતી. આથી યુવાને તેનું મોઢું દબાવી દીધું હતું. બાળકીની બૂમો સાંભળી નજીકના દુકાનદારો શૌચાલયમાં દોડી ગયા હતા અને યુવાનને રંગેહાથ ઝડપી પાડી બાળકીને બચાવી લીધી હતી. લોકોએ યુવાનને પકડયો ત્યારે તે દારૂના નશામાં ધૂત હતો.

લોકોએ બનાવની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કરતા વરાછા પોલીસ સ્ટેશનની પીસીઆર 3 સ્થળ પર દોડી ગઈ હતી અને લોકોએ પકડેલા યુવાનને પોલીસ સ્ટેશન લાવી તેની પુછપરછ કરતા તેની ઓળખ સંતોષ વિનુભાઈ ચૌહાણ ( ઉ.વ.30, હાલ રહે.કમલપાર્ક સોસાયટી, માતાવાડી, વરાછા, સુરત. મુળ રહે.ભોરીંગડા ગામ, તા.લિલીયા, જી.અમરેલી ) તરીકે થઈ હતી. પરિણીત સંતોષ નજીકના જ એક મકાનમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે. વરાછા પોલીસે બાળકીની માતાની ફરિયાદના આધારે સંતોષ વિરુદ્ધ દુષ્કર્મ અંગેનો ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ પીએસઆઈ જે.એસ.મહીડા કરી રહ્યા છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s