વડોદના ગોકુલધામ આવાસની ગુમ બાળા સાથે જઘન્ય ઘટના: બાળાને પીંખી નાંખનાર હેવાનના મોબાઇલમાંથી 149 પોર્ન વિડીયો મળ્યા

- પાંડેસરા વિસ્તારના દુકાનદાર પાસે ડાઉનલોડ કરાવ્યા, પોલીસે દુકાનદારની શોધખોળ હાથ ધરી, નરપિશાચી કૃત્ય કરનાર 3 દિવસના રિમાન્ડ હેઠળ
- પ્રિયંકાની સાથે અન્ય બાળકીઓ પણ રમી રહી હતી પરંતુ પ્રિયંકાનું જ કેમ અપહરણ કરી બદકામ કર્યુ, પોલીસ માટે મુંઝવતો પ્રશ્ન

સુરત
વડોદ ગામ વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની અઢી વર્ષની માસૂમ બાળાનું દિવાળીની રાતે અપહરણ કરી દુષ્કર્મ આચાર્યા બાદ મોઢું અને નાક દબાવી હત્યા કરનાર નરપિશાચના મોબાઇલમાંથી પોલીસને અધધ...149 જેટલા પોર્ન વિડીયો મળી આવ્યા છે. પોલીસે નરાધમને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદ ગામ વિસ્તારમાં રહેતા બિહારી પરિવારની ઘરના આંગણામાં રમી રહેલી અઢી વર્ષની માસૂમ પ્રિયંકા (નામ બદલ્યું છે) નું રહેણાંક મકાનના ત્રીજા માળે રહેતા બે સંતાનના પિતા ગુડ્ડુકુમાર મધેશ યાદવ (ઉ.વ. 35 રહે. ભગવતીનગર, ગોકુલધામ આવાસની સામે, વડોદ અને મૂળ ખૈરા મઠીયા, જિ. જહાંનાબાદ, બિહાર) એ દિવાળીની રાતે અપહરણ કર્યુ હતું. અપહરણ કરી રહેણાંક મકાનથી 500 મીટરના અંત્તરે પાંડેસરા જીઆઇડીસીની આર્મો ડાઇંગ મીલની પાછળ અવાવરૂ જગ્યા પર લઇ જઇ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરી મોઢું અને નાક દબાવી હત્યા કરી હતી. પોલીસે આજ રોજ ગુડ્ડને કોર્ટમાં રજૂ કરી ઘરના આંગણામાં રમી રહેલા અન્ય બાળકીઓ પૈકી પ્રિયંકાનું કેમ અપહરણ કર્યુ, માસૂમના પરિવાર સાથે કોઇ અંગત અદાવત છે કે નહીં, અપહરણ કર્યા બાદ કયા રસ્તેથી માસૂમને અવાવરૂ જગ્યા પર લઇ ગયો હતો ઉપરાંત ગુડ્ડની ઓળખ પરેડ કરાવવા માટે પાંચ દિવસના રિમાન્ડ માંગણી કરી હતી. જો કે કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુડ્ડના મોબાઇલમાંથી પોલીસને 149 જેટલા પોર્ન વિડીયો મળ્યા છે. આ વિડીયો પાંડેસરા વિસ્તારના એક દુકાનદાર પાસે ડાઉનલોડ કરાવ્યા હોવાની કબૂલાત કરતા પોલીસે તેની પણ શોધખોળ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પુરાવા રૂપે નરાધમનું એફએસએલમાં ગેઇટ એનાલિસીસ કરાવશે
ભેદી સંજોગોમાં ગુમ થયેલી પ્રિયંકાની શોધખોળ માટે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં એક ઠેકાણેના સીસીટીવી ફૂટેજમાં બાળકી ગુડ્ડકુમાર યાદવ સાથે જતા નજરે પડે છે પરંતુ તેમાં તેનો ફેસ ક્લિયર નહીં હોવાથી પોલીસે સીસીટીવી ફૂટેજ અને ગુડ્ડનું એફએસએલમાં ગેઇટ એનાલિસીસ કરાવશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s