ક્રેડિટ-ડેબિટ કાર્ડના બેંક શુલ્કને સીધા બેંકોને સબસીડી રૃપે આપવા રજૂઆત

-નોટબંધી પછી દેશમાં ડિજિટલ પેમેન્ટમાં ઝડપથી વધારો થયો છે

સુરત,    

ચલણની
છપામણી તથા સુરક્ષા-લોજિસ્ટિક પાછળ સરકાર દર વર્ષે રુ.
35 હજાર કરોડનો ખર્ચ કરે
છે. ડિજિટલ પેમેન્ટમાં વધારો થવાથી સરકારના આ ખર્ચમાં ઘટાડો થશે
, તેથી ક્રેડિટ-ડેબિટ કાર્ડના બેંક શુલ્કને સીધા બેંકોને સબસીડીના રૃપમાં
આપવામાં આવે તેવી રજૂઆત સીએઆઇટીની છે.   
  

સીએઆઇટીના
રાષ્ટ્રીય અધ્યક્ષ ભરતિયા અને મહા સચિવ ખંડેલવાલે કહ્યું હતું કે
, દેશમાં ક્રેડિટ અને ડેબિટ
કાર્ડનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે
, પરંતુ લગભગ 1 થી 2 ટકાના બેંક ચાર્જને કારણે લોકો હજી પણ તેનો ખુલ્લેઆમ
ઉપયોગ કરતાં ખચકાય છે.

જો
સરકાર સબસિડીના રૃપમાં બેંક ચાર્જ સીધો બેંકોને આપે અને વેપારી અથવા ઉપભોક્તાને
બેંક ચાર્જ સહન ન કરવો પડે
,
તો ચોક્કસ દેશ આગળ વધશે. ઓછી રોકડ વપરાશની અર્થવ્યવસ્થા ઝડપથી વધી
શકે છે. સરકાર દર વર્ષે ચલણ છાપવા માટે અંદાજે રુ.
30 હજાર
કરોડ ખર્ચે છે અને રુ.
5 હજાર કરોડ ચલણની સુરક્ષા અને
લોજિસ્ટિક્સમાં ખર્ચવામાં આવે છે.

ડિજિટલ
પેમેન્ટના ઉપયોગમાં વધારો થવાથી સરકારના આ ખર્ચમાં ઘટાડો થશે
, આ અર્થમાં બેંકોને
સબસિડી આપવા માટે સરકાર પર કોઈ વધારાનો ખર્ચ થશે નહીં અને દેશમાં રોકડનો પ્રવાહ
ઘણી હદ સુધી ઘટશે.

<

p class=”12News”>દેશમાં
મોટા પાયે યુપીઆઈ ઉપયોગ થઈ રહ્યો છે
,
તેનું મુખ્ય કારણ એ છે કે યુપીઆઈ દ્વારા ચુકવણી માટે કોઈ ચાર્જ નથી.
તેથી
, નોટબંધીનું સાચું કારણ રોકડ ઘટાડવાનું છે, તે ત્યારે જ શક્ય છે, જ્યારે બેંક ચાર્જ દૂર કરવામાં
આવે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s