અમદાવાદના ચોરની દુકાન માલિક અને ભાઈઓએ માર મારી હત્યા કરી

– લસકાણા ડાયમંડ નગરમાં પતરું તોડી દુકાનમાં ચોરી કરવા ઘુસેલા

– શરૂઆતમાં ચોર ભાગવા જતા પડી જતા મોત થયું હોવાનું જુઠાણું ચલાવ્યું : ફૂટેજના આધારે પોલીસે ઉલટતપાસમાં માર મારતા મોત થયાની કબૂલાત

સુરત, : સુરતના લસકાણા ડાયમંડ નગર કળથીયા ઇન્ડ્રસ્ટીઝ વિભાગ 1 માં આવેલી કરિયાણાની દુકાનમાં પતરું તોડી ચોરી કરવા ઘુસેલા અમદાવાદના ચોરની દુકાન માલિક અને ભાઈઓએ માર મારી હત્યા કરી હતી. જોકે, શરૂઆતમાં તેમણે ચોર ભાગવા જતા પડી જતા મોત થયું હોવાનું જુઠાણું ચલાવ્યું હતું. પરંતુ પોલોસે સીસીટીવી ફૂટેજના આધારે તેમની ઉલટતપાસ કરતા માર મારતા મોત થયાની કબૂલાત કરી હતી. સરથાણા પોલીસે કુલ 7 વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી દુકાન માલિક સહિત ચારની ધરપકડ કરી એક તરુણની પણ અટકાયત કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં લસકાણા ભાથીજીના મંદિરની સામે રામદેવનગરમાં રહેતો 25 વર્ષીય ગૌતમસિંગ જુગતસિંગ રાજપુરોહીત લસકાણા ડાયમંડ નગર કળથીયા ઇન્ડ્રસ્ટીઝ વિભાગ 1 મેઇન રોડ પર મહાદેવ ટ્રેડર્સના નામે કરિયાણાની દુકાન ધરાવે છે. ગત શનિવારે વહેલી સવારે તેણે સરથાણા પોલીસને જાણ કરી હતી કે રાત્રે 1.30 ના અરસામાં તેની દુકાનમાં બે ચોરોએ દુકાનની પાછળની સાઇડનુ પતરૂ તોડયું હતું અને અંદર ફ=ઘુસેલા ચોરે ગલ્લાના રોકડા રૂ.4 હજાર ચોર્યા તે સમયે જ દુકાનમાં રાત્રે સુવા આવેલા તેના માણસો શટર ઊંચું કરી અંદર આવ્યા તો ચોર દેખાયો હતો. આથી તેમણે તેને પકડવા પ્રયાસ કર્યો તો ચોર દુકાનમાં મુકેલા સામાનના ખાના ઉપર ચડી ભાગવા જતા નીચે પતરાના અનાજ ભરવાના ડબ્બા ઉપર પડતા ઇજા થઇ હતી અને પકડાઈ ગયો હતો. તેને મોઢામાં,ડાબા પગે ઇજા થતા હોસ્પિટલ લઇ ગયા હતા પણ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

સરથાણા પોલીસે ગૌતમસિંગની ફરિયાદના આધારે બે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.તે દરમિયાન મૃતકની ઓળખ મૂળ સુરેન્દ્રનગરના વતની અને અમદાવાદના નિકોલ ખાતે બળીયાદેવના ટેકરા પર વિધવા માતા મંગુબેન સાથે રહેતા સતીષ વજુભાઈ પરમાર ( ઉ.વ.35 ) તરીકે થઈ હતી. જોકે, પોલીસને તપાસમાં સીસીટીવી ફુટેજમાં દુકાનદાર અને અન્યોની જે રીતે અવરજવર થઈ અને તેઓ જે વાત કરી રહ્યા હતા તેમાં વિસંગતતા જણાતાં ઉલટતપાસ કરી તો સતીષ એકલો જ ચોરી કરવા ત્યાં ઘુસ્યો હતો પણ ચોરી કરતા પકડાયા બાદ દુકાન માલિક ગૌતમસિંગ, તેના નાના ભાઈ સવાઇસિંગ, માસીયાઈ ભાઈ મદનસિંગ અખેસિંગ રાજપુરોહીત, પિતરાઈ ભાઈઓ વિક્રમસિંગ-દીપસિંગ વિશંનસિંગ રાજપુરોહીત, પરિચિત મારબલવાળા રામલાલ તથા અર્જુનભાઇએ સાથે મળી સવાઈસિંગે લોખંડના પાઈપ વડે, દીપસિંગે લાકડાના ડંડા વડે માર મારી તથા અન્યોએ હાથથી તથા છુટા પાટા મારી શરીરના જુદા જુદા ભાગોમાં તથા માથામાં, છાતી તથા પગે માર મારતા મોત નીપજ્યું હતું.

આથી સરથાણા પોલીસે મૃતક સતીષની વિધવા માતા મંગુબેનની ફરિયાદના આધારે તમામ વિરુદ્ધ ગુનો નોંધી ગૌતમસિંગ જુગતસિંગ રાજપુરોહીત, મદનસિંગ અખેસિંગ રાજપુરોહીત ( ઉ.વ.34), વિક્રમસિંગ વિશંનસિંગ રાજપુરોહીત ( ઉ.વ.32 ) અને તેના ભાઈ દીપસિંગ ( ઉ.વ.22 ) ( બંને રહે, મોતીભાઈના મકાનમાં, રામદેવ નગર, લસકાણા, સુરત. મુળ રહે.રાજસ્થાન ) ની ધરપકડ કરી હતી.જયારે હત્યામાં સામેલ 15 વર્ષના તરુણની પણ અટકાયત કરી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s