ડિંડોલી નજીક નવાગામ વિસ્તારની ઘટના: સુરતનો 3 વર્ષનો માસૂમ પોપ-પોપ ગળી જતા ઝાડા-ઉલ્ટી થયા બાદ મૃત્યુ

– પરિવારે કહ્યું પોપ-પોપ ગળી ગયા બાદ ઝાડા-ઉલ્ટી થઇઃ પોસ્ટમોર્ટમ બાદ પોપ-પોપથી મોત થયાનો ડોક્ટરોનો ઇન્કારઃ સેમ્પલ FSLમાં મોકલાયા

સુરત
શહેરના નવાગામ વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારના 3 વર્ષના માસૂમ બાળકને ઝાડા-ઉલ્ટી થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા તબીબોએ મૃત જાહેર કર્યો હતો. પરિવારના મત મુજબ માસૂમ પોપ-પોપ ફટાકડો ગળી ગયા બાદ તેને ઝાડા-ઉલ્ટી શરૂ થયા હતા. જો કે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનાર તબીબે મૃતેદહમાંથી કોઇ શંકાસ્પદ વસ્તુ મળ્યાનો ઇન્કાર કર્યો છે.
ડીંડોલી નજીકના નવાગામની લક્ષ્મી નારાયણ સોસાયટીમાં રહેતા અને સુથારી કામ કરતા રાજ શર્માના મોટા પુત્ર શૌર્ય (ઉ.વ. 3) ને આજે સવારે અચાનક જ ઉલ્ટી થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જયાં તબીબોએ શૌર્યને મૃત જાહેર કર્યો હતો. તબીબ સમક્ષ રાજ અને તેની પત્નીએ જણાવ્યું હતું કે શૌર્યને છેલ્લા ત્રણેક દિવસથી તાવ આવતો હતો અને ઝાડા-ઉલ્ટી થતા હતા. સ્થાનિક ડોક્ટર પાસે શૌર્યની સારવાર પણ ચાલી રહી હતી જો કે આજે સવારે અચાનક જ ઉલ્ટી થઇ હતી અને તે બેભાન થઇ ગયો હતો.

શૌર્યને જયારે ઉલ્ટી થઇ તેમાં પોપ-પોપ ફટાક્ડો નીકળ્યો હતો અને તેના કારણે જ તેની તબિયત વધુ બગડી હોવાનું જણાવતા તબીબો ચોંકી ગયા હતા. ઘટનાની જાણ થતા ડીંડોલી પોલીસ પણ દોડી આવી હતી. તબીબોએ શૌર્યના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યુ હતું જેમાં પોપ-પોપ ફટાક્ડા સંબંધિત એક પણ વસ્તુ મળી ન હતી અને પ્રાથમિક તબક્કે ઝાડા-ઉલ્ટીથી મોત થયાનું જણાવ્યું હતું. જો કે તેમ છતા સેમ્પલ એફએસએલમાં મોકલાવ્યા છે અને તેનો રીપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે રાજ શર્મા મૂળ બિહારના પટના જિલ્લાનો વતની છે અને આઠ મહિના અગાઉ રોજગારીની શોધમાં પત્ની અને બે સંતાન સાથે સુરત આવ્યો હતો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s