બોનસ-પગાર ચૂકવાતાં માર્કેટમાં તેજી, બેંકોમાંથી રોકડ ઉપાડ બમણાં કરતા વધુ

-તમામ
ધંધા-ઉદ્યોગનો કર્મચારી-કારીગર વર્ગ બજારમાં ઉમટયોઃ કપડા
, લાઇટીંગ સહિતની ચીજોની
ખરીદી

સુરત 

સ્થાનિક
બજારોમાં ગ્રાહકોની ખરીદી માટે ભયંકર ભીડ ઉમટી છે. મુખ્ય રસ્તાઓ અને રાજમાર્ગ પર વાહનોના
ચક્કાજામ પણ ભીડને કારણે છે. જોકે ધંધા-ઉદ્યોગમાં કારીગર વર્ગને બોનસપગાર ચૂકવાતાં
ખરીદી નીકળી છે. બેંકોમાંથી રોકડનો ઉપાડ પણ બમણાં કરતાં વધુ થઈ ગયો છે.

તમામ
પ્રકારના ધંધા-ઉદ્યોગમાં તેજી નાનાં મોટાં દુકાનદારોએ બે વરસ પછી જોઈ છે. સુરતની
ઇકોનોમીને જોકે
, ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગમાં આવેલી તેજી આડકતરી રીતે ફળી છે. નવરાત્રિ
તથા દશેરા પછીથી ગ્રાહકો દ્વારા ખરીદી શરૃ થઈ હતી જે અત્યાર સુધી જળવાઈ રહી છે.

અત્યારે
બજારમાં ફેરીયાથી લઈને નાના-મોટા દુકાનદારોને ત્યાં ખરીદીની જે ભીડ ઉમટી છે તે
કારીગર વર્ગ મજુર વર્ગને બોનસ
,
દિવાળીની ભેટખર્ચી માટે રોકડ મળી છે તેને કારણે છે. હાલમાં બજારમાં મધ્યમ અને નિમ્ન
મધ્યમવર્ગના ખરીદીમાં ખૂબ જ વ્યસ્ત બન્યો છે. વ્યક્તિગત બચત તથા પગાર કે ખર્ચી
રૃપે મળેલી રકમ કપડાં
, લાઇટિંગ અને અન્ય ચીજવસ્તુઓની
ખરીદીમાં કરવામાં આવી રહી છે.

ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ તહેવારોના
દિવસોમાં ઓછો


ઓનલાઇન અને ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ અગાઉની સરખામણીમાં બેશક જ
વધી ગયો છે. પરંતુ તહેવારોના દિવસોમાં ડિજિટલ પેમેન્ટનું પ્રમાણ ઘટી જાય છે. કારીગર
મજૂરો કે મધ્યમ વર્ગના હાથમાં રોકડા આવે એટલે એ રીતે ખરીદી થાય છે પેટીએમ કે ક્યુઆર
કોડ સ્કેન કરવાની ઝંઝટમાં પડતું નથી
. અને એટલો
સમય પણ હોતો નથી. પરંતુ મોટા શો રૃમ કે શોપિંગ મોલમાં ચુકવણી ડિજિટલ પેમેન્ટના મધ્યમથી
વધુ થાય છે.

<

p class=”12News”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s