આંતરરાષ્ટ્રીય બિઝનેસ સેન્ટરનો આરંભ, એક્સપોર્ટ-ઇમ્પોર્ટનું કામકાજ વધશે

-સુરત
હીરા બુર્સ શરૃ થતાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર કેન્દ્ર વધુ ઉપયોગી થશે ફોરેન પોસ્ટ ઓફિસની
માંગ સુરતની વર્ષો જુની છે

સુરત,         

આંતરરાષ્ટ્રીય
બિઝનેસ સેન્ટર એ ફોરેન પોસ્ટ ઓફીસ માટેનું પહેલું પગથિયું છે. સુરતની ફોરેન પોસ્ટ
ઓફિસની વર્ષો જૂની માંગ રહી છે. આ બિઝનેસ સેન્ટર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટેનું
મોટું પ્લેટફોર્મ આવનારાં દિવસોમાં બનશે
,એમ આંતરરાષ્ટ્રીય બિઝનેસ સેન્ટરના
એક્ઝિબિશન સેન્ટર માં આયોજિત ઉદઘાટન સમારોહમાં મંત્રી દેવુસિંહ ચૌહાણે કહ્યું
હતું.

સુરતમાં
હાલમાં બે જ અંાતરરાષ્ટ્રીય ફલાઇટ આવે છે. પરંતુ આંતરરાષ્ટ્રીય બિઝનેસ સેન્ટરને કારણે
સુરતથી એક્સપોર્ટ ઈમ્પોર્ટનું કામકાજ વધશે. વિદેશ સાથે કારોબારની જરૃરિયાત ઊભી થવાની
છે અને તેને કારણે તેનો લાભ સુરતને મળશે. ફોરેન પોસ્ટ ઓફિસની માંગ સુરતની વર્ષો જૂની
છે અને આંતરરાષ્ટ્રીય બિઝનેસ સેન્ટર શરૃ કરીને આનો પ્રથમ સ્ટોન મૂકવામાં આવ્યો છે.

સુકન્યા
સમૃદ્ધિ યોજનાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે સરકારની કોઈપણ યોજનામાં સમાજની ભાગીદારી
જરૃરી છે. ભાગીદારી વગર યોજના સફળ થતી નથી. ગરીબની ચિંતા કરવાનું કામ સરકારે કર્યું
છે અને સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત દેશભરમાં બે કરોડ બાળકીઓના ખાતા છે. જેમાં ગુજરાતમાં
આઠ લાખ બાળકીઓ જોડાયેલી છે.

આંતરરાષ્ટ્રીય
બિઝનેસ સેન્ટર મારફત કિંમતી હીરા વિદેશ મોકલી શકાશે. અત્યારે મુંબઈથી હીરા વિદેશ
જાય છે
, તેમાં
મોટાભાગના સુરતના હોય છે. સુરતમાં ડાયમંડ બુર્સ બની રહ્યું છે
, તે પૂરું થશે ત્યારે દેશમાં સૌથી વધુ નિકાસ કરનારાં સુરતના વેપારીઓ હશે,
એમ સાંસદ સીઆર પાટીલે આ પ્રસંગે જણાવ્યું હતું.

આવનારા
પચાસ વર્ષોને ધ્યાનમાં રાખીને સરકાર સુરત માટે જુદા જુદા કામો કરી રહી છે
, તે પૈકી સુરતવાસીઓને
શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે રુ.
978 કરોડનું ટેન્ડર
મંજૂર થયું છે. સુરતની તાપી નદીમાં
23 કિલોમીટર સુધીના
વિસ્તારમાંના ગામડાઓ અને ઉદ્યોગો દ્વારા ટ્રીટ કર્યા વગરનું ગંદું પાણી તાપીમાં
છોડવામાં આવે છે. આ ગંદા પાણીને અટકાવવા માટે એસએમસી તરફથી ખર્ચો કરવામાં આવે છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s