6 ડે.મામલતદારને મામલતદાર બનાવાયા, નવા 13 ની નિમણૂક– દિવાળી
ટાણે કલેકટરાલયમાં બદલીના હુકમો

– સુરત
જિલ્લા કલેકટરે પણ
21 ડેપ્યુટી મામલતદારો અને 10 કર્લાકની બદલીના હુકમો કર્યા

    સુરત

સુરત
કલેકટરાલયના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા છ ડે.મામલતદારોને પ્રમોશન આપી મામલતદાર બનાવાયો
, તો 9 મામલતદારોની બદલી કરાઇ અને 13 નવા મામલતદારો મુકાતા
દિવાળી ટાળે કલેકટરાલયમાં કયાંક ખુશી તો કયાંક ગમ જોવા મળ્યો હતો.

છેલ્લા ઘણા
વખતથી મામલતદારોની બદલી-પ્રમોશનની ચાલી રહેલી વાતોનો આજે અંત આવ્યો હતો.રાજયમાં ફરજ
બજાવતા
118
ડે.મામલતદારોને બઢતી આપીને મામલતદારનો હોદ્દો આપતા સુરત જિલ્લામાં ફરજ બજાવતા છ ડે.મામલતદારોને
પ્રમોશન આપીને મામલતદાર બનાવાતા તમામને સુરત
, તાપી,ભરૃચ અને ડાંગમાં બદલી કરતા દક્ષિણ ગુજરાતમાં જ મુકાતા ખુશીનો માહોલ જોવા મળ્યો
હતો. તો સુરતની વિવિધ કચેરીમાં ફરજ બજાવતા ૯ મામલતદારોની પણ બદલી કરાઇ હતી. તો આ બધાની
ખાલી પડેલી જગ્યામાં
13 મામલતદારો નવા મુકાતા આખો દિવસ કલેકટરાલયના
કેમ્પસમાં બદલીની વાતો થતી હતી. બદલીની વાતો વચ્ચે ચોર્યાસી મામલતદારના બી.પી.સકસેના
અને કતારગામ મામલતદાર  પાર્થ ગોસ્વામીને સુરતમાં
જ રહેવા દીધા હતા. ડે.મામલતદારમાંથી પ્રમોશન મેળવનાર કલ્પના પટેલે અડાજણ મામલતદારનો
દિપક સોનવાલાએ વ્યારા મામલતદારનો
, મહેશ મોરીએ અધિક ચીટનીશ ભરૃચ,
રંજનબેન ગરાસીયા ડિઝાસ્ટર મામલતદાર સુરતનો, સુમિત્રાબેન
દેશમુખે માંડવી પ્રાયોજના વહીવટદારનો આજે ચાર્જ સંભાળી લીધો હતો.

<

p class=”12News”>સુરત જિલ્લા
કલેકટરે પણ 
21 ડે.મામલતદારો અને 10 કર્લાકની બદલીના હુકમો કર્યા હતા. આમ આજે કલેકટરાલયમાં બદલી-પ્રમોશનનો હોવાથી
કયાંક ખુશી તો કયાંક ગમ પણ જોવા મળ્યો હતો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s