વ્હોરા સમાજની પરિણીતાના ફોટો બિભત્સ ઓડિયો સાથે વાયરલ કરનારની ધરપકડ

– સમાજના વ્હોટ્સઅપ ગૃપ થકી મિત્રતા કેળવી મળવા સુરત આવ્યો ત્યારે ફોટો ક્લીક કર્યો હતોઃ દાહોદમાં આણલેટની લારી ચલાવે છે

સુરત
સુરત શહેરના કોટ વિસ્તારમાં રહેતી વ્હોરા સમાજની પરિણીતા સાથે સમાજના વ્હોટ્સઅપ ગૃપ થકી મિત્રતા કેળવ્યા બાદ સમાજના જ વ્હોટ્સ ગૃપ અને ઇન્સ્ટાગ્રામ ઉપર તેની સાથેનો ફોટો શેર કરી અફેર હોવાનો અને ચારિત્ર્યહીન હોવાનો ઓડિયો મેસેજ વાયરલ કરનાર દાહોદના આમલેટ વેપારીની સલાબતપુરા પોલીસે ધરપકડ કરી મોબાઇલ ફોન કબ્જે લીધો છે.
સુરત શહેરના કોટ વિસ્તારમાં રહેતી અને ઓનલાઇન બિઝનેસ કરતી વ્હોરા સમાજની 41 વર્ષીય પરિણીતા ફાતેમા (નામ બદલ્યું છે) નો ત્રણેક વર્ષ અગાઉ સમાજના વ્હોટ્સઅપ ગૃપમાં હજુરે આલા લંડન મારફતે દાહોદના મુર્તુઝા શેફુદ્દીન જમાલી સાથે મિત્રતા થઇ હતી. બંને મિત્ર હોવાથી તેઓ એકબીજા સાથે અંગત વાતો શેર કરતા હતા અને સતત સંર્પકમાં રહેતા હતા. દરમિયાનમાં ફાતેમાને મળવા મુર્તુઝા સુરત આવ્યો હતો અને વાતચીત અંતર્ગત ફાતેમાનો ઇન્કાર હોવા છતા મુર્તુઝાએ મિત્રતાની નિશાની રૂપે ફોટો ક્લીક કર્યા હતા. એકાદ વર્ષ બાદ મુર્તુઝાએ આ ફોટો ફાતેમાને વ્હોટ્સઅપ પર મોકલાવી વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી. જેથી ફાતેમાએ મુર્તુઝાનો નંબર બ્લોક કરી દીધો હતો.

જેથી મુર્તુઝાએ અલગ-અલગ નંબરથી ફાતેમાને ફોટો મોકલવાનું શરૂ કર્યુ હતું. ત્યાર બાદ સમાજના વ્હોટ્સઅપ ગૃપમાં ફોટો શેર કરી ફાતેમા સાથે એક વર્ષથી અફેર છે અને તે ચારિત્ર્યહી છે તેવી વાત કરતો એક ઓડિયો મેસેજ મુકયો હતો. આ ઉપરાંત ઇન્સ્ટાગ્રામ આઇડી ઉપર પણ ફાતેમાનો ફોટો અપલોડ કરી અફેર હોવાનું લખ્યું હતું. આ પ્રકરણમાં સલાબતપુરા પોલીસે પાંચ દિવસ અગાઉ નોંધેલી ફરીયાદ અંતર્ગત પોલીસે આમલેટની લારી ચલાવતા પરિણીત મુર્તુઝા શૈફુદ્દીન હોટલવાલા (ઉ.વ. 33 રહે. રૂમ નં. 3, મોહમદી મંઝીલ, નુરબાગ, ગોધરા રોડ, દાહોદ) ની ધરપકડ કરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s