રાષ્ટ્રીયકૃત બેંકોએ MSME, કૃષિ તથા રીટેલ સેગમેન્ટમાં 217 કરોડનું ધિરાણ મંજૂર કર્યું

-1452 લાભાર્થીઓને રુ.74.65 કરોડની ચુકવણી કરવામાં આવી

સુરત

જિલ્લાની
લીડ બેંક
, બેંક ઓફ બરોડા,તથા જિલ્લાની વિવિધ બેંકોને આપેલા
નિર્ધારિત લક્ષ્યાંક અંતગર્ત વિવિધ બેંકોએ એમએસએમઇ
, કૃષિ તથા
રીટેલ સેગમેન્ટમાં કુલ રુ.
217.28 કરોડનું ધિરાણ મંજૂર કર્યું
છે. ઉપરાંત
1452 લાભાર્થીઓને રુ. 74.65
કરોડના ધિરાણની ચુકવણીમાં આવરી લેવામાં આવ્યા છે.

આઝાદીના
અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૃપે લીડ બેંક
,
બેંક ઓફ બરોડા દ્વારા સરકારની યોજનાકીય તથા ખાનગી લોન જરૃરીયાતમંદોને
સરળતાથી મળે તે માટે મહિડા ભવનમાં ધિરાણ સુગમતા કાર્યક્રમ ક્રેડિટ આઉટ રીચ
પ્રોગ્રામ હેઠળ આશીષ ગુજરાતી તથા બેંકોના મહાનુભાવોના હસ્તે લોન મંજૂરીપત્રો તેમજ
ચેક એનાયત કરાયાં હતાં.          

સુરત સૌથી
ઝડપથી વિકસતું શહેર છે અને બેન્કિંગ ક્ષેત્રે પણ શહેરને આગળ ધપાવવા દરેક બેંકને ચેમ્બર
સાથે જોડાશે તો સુગમતાથી ધિરાણ મળી રહેશે
,
જેના થકી જિલ્લા તેમજ શહેરના દરેક ઉદ્યોગકારોને ફાયદો થશે. કેન્દ્ર-રાજ્ય
સરકારની ફ્લેગશીપ યોજનાઓનો લક્ષ્યાંક સિદ્ધ થાય તેવા પ્રયાસો કરવા બેન્કિંગ અધિકારીઓને
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આશિષ ગુજરાતીએ અનુરોધ કર્યો હતો.

બેંક ઓફ
બરોડાના ડીજીએમ ગોયેલે કહ્યું હતું કે
,
વડાપ્રધાનના મિશનને વેગવાન બનાવવા માટે બેંક ઓફ બરોડાના નેજા હેઠળ
કામગીરી કરવામાં આવી રહી છે. એસબીઆઇના ડીજીએમ સેલવિને બેકીંગ સંસ્થાઓ અને રાજ્યની
અમલીકરણ એજન્સીઓના સંકલન અને લોકોને વધુમાં વધુ લાભ થાય તે આશય આ કાર્યક્રમનો
મુખ્ય હેતુ રહ્યો હોવાનું ઉમેર્યું હતું.

<

p class=”12News”>બેંક ઓફ
ઈન્ડિયાના અજય કડુએ કહ્યું હતું કે
,
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વિમા
યોજના લોકો માટે ઘણી જ ઉપયોગી હોવાની સાથે આપાતકાલીન સમયમાં તે ખૂબ જ મદદરૃપ
હોવાનું તેમણે જણાવ્યું હતું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s