ઓડિશામાં બે યુવાનને જીવતા સળગાવી દેનાર સૂત્રધાર સહિત ત્રણ ઝડપાયા

– અઢી વર્ષથી આરોપીઓ સુરત આવી મજૂરીકામ કરવા લાગ્યા હતા

– પુરીના ગામમાં ખેતીના ઉપજના વિવાદમાં 22 લોકોએ ઝુંપડાને આગ ચાંપી હતી

સુરત, : ઓરિસ્સામાં પુરીના બે ગામ વચ્ચેની સરકારી જમીન પર થતી કાજુની ખેતીમાં 70 ઘર ધરાવતા સહજાનપુર ગામના લોકો 20 ઘર ધરાવતા ચાપમાનીક ગામની ઉપજ છીનવી લેતા હોય તેના ઝઘડામાં બે યુવકોને જીવતા સળગાવી અઢી વર્ષથી ફરાર મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ ઉડિયા યુવાન સુરતમાંથી ઝડપાયા છે.

એસઓજીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ઓરિસ્સાના પુરીના સહજાનપુર અને ચાપમાનીક ગામ વચ્ચેની 40 એકર સરકારી જમીનને સરકારે 20 વર્ષ અગાઉ બંને ગામના લોકોને સરખે ભાગે ખેડવા આપી હતી. બંને ગામના લોકોએ ત્યાં કાજૂનું વાવેતર કર્યું હતું. જોકે, કાજુની ઉપજ લેવાના સમયે 70 ઘર ધરાવતા સહજાનપુર ગામના લોકો 20 ઘર ધરાવતા ચાપમાનીક ગામની ઉપજ છીનવી લેતા હોય તેમની વચ્ચે 15 વર્ષથી ઝઘડો ચાલતો હતો. આથી તે વિવાદનો કાયમી નિકાલ લાવવા અને સહજાનપુર ગામના લોકોને સબક શીખવવા માટે અઢી વર્ષ અગાઉ સહજાનપુર ગામના 10 લોકો ચાપમાનીક ગામના હિસ્સાની સરકારી જમીન પર કબજો જમાવી ઝૂંપડામાં સુતા હતા ત્યારે મધરાતે ચાપમાનીક ગામના 22 લોકોએ તેમના ઝુંપડાને પેટ્રોલ નાંખી સળગાવી દેતા બે યુવાન જીવતા સળગીને મોતને ભેટ્યા હતા. જયારે અન્ય 8 લોકોને ધારીયા,લાઠી વડે માર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.

આ બનાવમાં ડબલ મર્ડરનો ગુનો પોલીસે નોંધતા મુખ્ય સૂત્રધાર આરત કુંદરી જૈના ( ઉ.વ.46, હાલ રહે.બી/87, હરિધામ સોસાયટી વિભાગ 2, પહેલા માળે, ઉધના, સુરત ) અને અખય ઉર્ફે અક્ષયકુમાર ઉર્ફે બગાઈ શિખર જૈના ( ઉ.વ.42, હાલ રહે.રૂમ નં.3, સંજયભાઈના મકાનમાં, આશાપુરી સોસાયટી વિભાગ 2, પાંડેસરા, સુરત ), અભિમન્યુ ઉર્ફે રબી જગન્નાથ જૈના ( ઉ.વ.50, હાલ રહે.બી/75, હરિધામ સોસાયટી વિભાગ 2, ઉધના, સુરત ) પોલીસથી બચવા ભાગીને સુરત એવું ગયા હતા અને અહીં સંચા ખાતામાં મજૂરીકામ કરવા લાગ્યા હતા. ત્રણેયના ફેમિલી વતનમાં હોવા છતાં બનાવ બાદ ક્યારેય વતન નહીં ગયેલા ત્રણેય અંગે એએસઆઈ ઈમ્તિયાઝ મન્સૂરી અને હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ ભરતસિંહને બાતમી મળતા એસઓજીની ટીમે તેમને પાંડેસરા તિરુપતિ સર્કલ પાસે વોચ ગોઠવી ઝડપી લીધા હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s