રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં મોટાભાગના સવાલોના જવાબમાં કહ્યું, મને ખબર નથીસુરત

બચાવમાં કંઇ કહેવા માંગો છો ? પ્રશ્ન સામે કહ્યું, મારી સામે ખોટો કેસ કરાયો છેઃ ફરિયાદપક્ષે વધુ બે સાક્ષી તપાસમાં માંગ કરતા આજે સુનાવણી

બે
વર્ષ પહેલાં મોઢ વણિક સમાજના માનહાનિ કેસમાં આજે તત્કાલીન કોંગ્રેસના રાષ્ટ્રિય
અધ્યક્ષ રાહુલ ગાંધી સુરત ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ અમિતકુમાર એન.દવેની કોર્ટ
સમક્ષ ત્રીજી વખત ઉપસ્થિત રહ્યા હતા. ફરિયાદપક્ષના બંને સાક્ષીઓની જુબાની સંદર્ભે
પુછાયેલા મોટા ભાગના પ્રશ્નોના જવાબમાં મને ખબર નથી કહીને ડીનાઈલ કર્યો હતો.
જ્યારે બચાવમાં વધુ કંઈ કહેવા માંગો છો
? તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે મારી
સામે ખોટો કેસ કરવામાં આવ્યો છે.

કર્ણાટક
કોલાર ડીસ્ટ્રીક્ટ ખાતે વ2019 કસભાની ચૂંટણી સભામાં રાહુલ ગાંધીએ બધા
મોદી ચોર છે એમ ભાષણમાં કહેતા મોઢ વણિક સમાજની બદનક્ષી અંગે સુરત પશ્વિમના
ધારાસભ્ય અને હાલના મંત્રી પૂર્ણેશ મોદીએ સુરત સીજીએમ કોર્ટમાં માનહાનિનો કેસ
કર્યો હતો. ન્યાયિક પ્રક્રિયામાં વધુ બે સાક્ષીની જુબાની બાદ કાર્ટે ખુલાસો કરવાની
તક આપવાની કાનૂની જોગવાઇ મુજબ સીઆરપીસી-313 હેઠળ ફર્ધર સ્ટેટમેન્ટ માટે આરોપી
રાહુલ ગાંધીને હુકમ કર્યો હતો. આજે બપોરે એરપોર્ટ ઉતરાણ બાદ રાહુલ ગાંધી કોંગ્રેસ
અગ્રણીઓ સાથે કોર્ટમાં હાજર થયા હતા.

ફરિયાદ
પક્ષના સાક્ષીઓની જુબાની સંદર્ભે પુછાયેલા પંદરથી વધુ  પ્રશ્નોનો જવાબમાં  રાહુલ ગાંધીએ કહ્યું હતું કે
, મને ખબર નથી. જેમાંના
મોટા ભાગના પ્રશ્નો વીડીયોગ્રાફરે ચુંટણી સભાના સંપૂર્ણ રેકોર્ડીંગ તથા તથા ચુંટણી
પંચના વીજીલન્સ અધિકારીના ફરજ સંદર્ભે હતા. જે અંગે રાહુલ ગાંધીએ તમામ પ્રશ્નોના
જવાબ ડીનાઈલમા ંઆપ્યો હતો. જ્યારે પોતાના બચાવમાં સાક્ષી રજુ કરવાના મુદ્દે ના
પાડીને વિશેષમાં કંઈ કહેવા માંગો છો
? તેવું પુછતાં રાહુલ
ગાંધીએ કહ્યું હતું કે મારી સામે ખોટી રીતે કેસ કરવામાં આવ્યો છે.

ફરિયાદપક્ષે
પી.વી.રાઠોડે આજરોજ આ કેસ માં વધુ બે સાક્ષીઓ પૈકી સીડી તૈયાર કરનાર ચંદ્રપ્પા તથા
કોલાર જિલ્લાના ચુંટણી અધિકારી જે.મંજુનાથને તપાસવા સુરત કોર્ટ સમક્ષ માંગ કરી છે.
જેની સુનાવણી કોર્ટે આવતીકાલે હાથ ધરવા નિર્દેશ આપ્યો છે.

 

હાઇકોર્ટના નિર્દેશ બાદ વધુ બે સાક્ષીઓને તપાસાયા હતા

ફરિયાદપક્ષે
આ કેસમાં બે સાક્ષીઓને તપાસવા કરેલી માંગને ટ્રાયલ કોર્ટે નકારી કાઢતા તેની
હાઇકોર્ટમાં અપીલ થઇ હતી. હાઇકોર્ટના નિર્દેશ બાદ સુરત સીજીએમ કોર્ટે બે સાક્ષીઓને
તપાસવા નિર્દેશ આપ્યો હતો. જેથી કર્ણાટક કોલાર ખાતેની ચુંટણી પંચના નિયુક્ત કરેલા
અધિકારી એમ. શિવસ્વામી તથા વીડીયોગ્રાફર અરૃણકુમાર કે.આર.ની તા.25મી ઓક્ટોબરના રોજ
ફરિયાદપક્ષે પી.વી.રાઠોડે સરતપાસ તથા આરોપીના બચાવપક્ષે કીરીટ પાનવાલાએ ઉલટ તપાસ
લીધી હતી.

કોર્ટ સંકુલ અને એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

આજે
બપોરે 3 વાગ્યે રાહુલ ગાંધી એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં કોંગ્રેસ અગ્રણીઓ પરેશ
ધાનાણી
, અમિત
ચાવડા સહિતના નેતાઓએ તેમને આવકાર્યા હતા. એરપોર્ટ તેમજ એસવીએનઆઇટી સર્કલ પર
કોંગ્રેસ કાર્યકરોએ સ્વાગત કર્યું હતું. એરપોર્ટ તેમજ કોર્ટ સંકુલ બહાર અને અંદર
ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

અમારા સમાજના 13 કરોડ લોકોનું અપમાન કર્યું છેઃ પૂર્ણેશ
મોદી

માનહાનિનો કેસ કરનાર ધારાસભ્ય પુર્ણેશ મોદીએ જણાવ્યું હતું
કે
, અમારા સમાજના13 કરોડ લોકો દેશભરમાં વસવાટ
કરે છે. એ દરેક મોદીને ચોર કહીને રાહુલ ગાંધીએ બદનક્ષીકારક નિવેદન કરીને અપમાન
કર્યું છે.

<

p class=”MsoNormal” style=”margin-bottom:.0001pt;line-height:12.1pt;”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s