કન્ટેઇનર પલટીને સિમેન્ટ મિક્સર વાહનની કેબીન પર પડતા ચાલકનું મોત

 

– ONGC બ્રિજ પર સવારે અકસ્માત, ટ્રાફિક જામ

-બે
વાહન ભટકાયા બાદ ઘટનામાં દબાઇ ગયેલા ચાલકનો મૃતદેહ કટરથી કેબીન કાપીને બહાર કઢાયો

સુરત :

મગદલ્લા
ઓએનજીસી બ્રીજ પર શુક્રવારે સવારે કન્ટેઇનર અને સીમેન્ટ મિક્સર વાહન વચ્ચે અકસ્માત
સર્જાયો હતો. જેમાં સિમેન્ટ મિક્સરની 
કેબીન દબાઇ ગઇ હતી. જેથી તેના ચાલકનું દબાઇ જવાથી મોત થયુ હતુ.

ફાયર
બ્રિગેડ અને નવી સિવિલથી મળેલી વિગત મુજબ મુળ ઉતરપ્રદેશનો વતની અને હાલમાં મગદલ્લા
બંદર ખાતે રહેતો ૨૮ વર્ષીય પ્રમોદકુમાર રાજેન્દ્રકુમાર શુકલા આજે સવારે
સિમેન્ટ  કોંક્રીટનું મિક્સર વાહન લઇને
વેસુ રોડ તરફ જવા નીકળ્યો હતો. તે સમયે મગદલ્લા બ્રીજ પર પુરપાટ હંકારતા કન્ટેઇનર
ચાલકે સિમેન્ટ મિક્સર વાહનને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં  કન્ટેઇનર પલટીને મિક્સર વાહનની ડ્રાઇવર કેબીન
પર પડતા કેબીન દબાઇ ગઇ હતી. જેથી મિક્સર વાહનનાં ડ્રાઇવર પ્રમોદકુમારનું દબાઇ
જવાથી ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત થયુ હતુ.


અકસ્માતના લીધે રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે
ધસી ગયા હતા.  ક્રેઇન વડે પલ્ટી ગયેલા
કન્ટેઇનરને સાઇડમાં ખસેડયુ હતુ. બાદમા કટર તથા અન્ય સાધનોનો ઉપયોગ કરીને  કેબીનમાંથી 
પ્રમોદકુમારનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. મૃતદેહને નવી સિવિલમાં ખસેડાયો હતો.
આ અંગે ડુમસ પોલીસે તપાસ હાથ ઘરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s