વરાછા રોડનાં ઓવર બ્રીજ પર ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોમાં આગ લાગી

ફાયરજવાનોએજીવ
જેખમમાં મુકી આગ બુજાવીને ટેમ્પામાંથી ગેસના
25 ભરેલા અને 24 ખાલી
સિલિન્ડર ઉતાર્યા

સુરત :

વરાછા
મેઇન રોડ હીરાબાગ ફલાય ઓવર બ્રીજ પર આજે બપોરે ગેસ સિલિન્ડર ડીલેવરી કરવા જતા
ટેમ્પામાં આગ ભભુકી ઉઠતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે ફાયરજવાનોએ જીવ
જોખમમાં મુકી આગ બુજાવીને  ટેમ્પામાંથી
ગેસના
25 ભરેલા અને 24 ખાલી સિલિન્ડર બહાર કાઢયા હતા.

<

p class=”12News”>ફાયર
બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ કાપોદ્રા થી વરાછા રોડ તરફ  આજે બપોરે ટેમ્પામાં ગેસ સિલિન્ડર ભરીને
ડિલેવરી કરવા કરવા જતો હતો. તે સમયે વરાછા મેઇન રોડ હીરાબાગ ફલાય ઓવર બ્રીજ પર જય
ગંગેશ્વર સોસાયટીની સામે અચાનક ટેમ્પામાં આગ ભભુકી ઉઠી હતી. જેથી ચાલક ટેમ્પો
સાઇડમાં પાર્ક કરીને ભાગી છુટયો હતો. આગના પગલે બ્રીજ પર થોડા સમય માટે વાહન
વ્યવહાર બંધ કરાવ્યો હતો. સિલિન્ડર ભરેલા ટેમ્પામાં આગને લીધે ત્યાંથી પસારથતા
વાહનચાલાકો અને નજીકમાં લોકોના ભાગદોડ સાથે ભય ફેલાઇ ગયો હતો. આ અંગે ત્યાંથી પસાર
થતા વ્યકિતએ ફાયર બ્રિગેડને જાણ કરતા કાપોદ્રા ફાયર સ્ટેશનના ઓફિસર વિનોદભાઇ
રોજીવાડીયા અને ફાયરજવાનો ગણતરીના સમયમાં ત્યાં પહોચી ગયા હતા.  ફાયરજવાનોએ જીવના જોખમે જરા પણ ગભરાયા  વિના સળગતા 
ટેમ્પામાં પાણીનો મારો ચલાવ્યો હતો. અને સમય સુચકતા વાપરીને આગ ફેલાવવા
દીધી ન હતી. થોડા સમયમાં આગ પર કાબુ આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ફાયર
ઓફિસરે કહ્યુ  કે ટેમ્પામાં કુલ
49 સિલિન્ડર હતા. જેમાં 25 ભરેલા અને 24 ખાલી ગેસના બોટલો બહાર કાઢ્યા હતા.
સદ્નસીબે આ બનાવમાં કોઇ ઇજા જાનહાનિ થઇ હતી. અને 
મોટી દુર્ધટના ટળી હતી. જો આગ દરમિયાન એક બોટલ પણ ફાટી હોત તો… એ
કલ્પનાથી ધુ્રજી જવાય એમ છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s