રૃા.22 લાખના ચેક રીટર્નમાં ભાગીદારોને બે વર્ષની કેદઃ રૃા.42.58 લાખ દંડ


સુરત


ડાઈંગ મિલ માટે ઈમ્પોર્ટેડ સ્ટીમ કોલના ઉધાર ખરીદીના પેમેન્ટ પેટે આપેલા 22 લાખના 10 ચેક રીટર્ન થયા હતા

ઔધોગિક
કોલસો તથા લિગ્નાઈટનો ધંધો કરતી પેઢીના સંચાલક પાસેથી ઉધાર લીધેલા માલના પેમેન્ટ
પેટે આપેલા 22 લાખના કુલ 10 ચેક રીટર્નના કેસોમાં સંડોવાયેલા ડાઈંગ મીલના બે
ભાગીદારોને  એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ
મેજીસ્ટ્રેટ કુ.શિલ્પા કાનાબારે દોષી ઠેરવી બે વર્ષની કેદ
,રૃ.42.58 લાખનો દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજા ફટકારી છે.

સહરાદરવાજા
સ્થિત મોમાઈલ કોમ્પ્લેક્ષમા ઔધોગિક કોલસો તથા લિગ્નાઈટના ધંધો કરતી એસ.એન.ટ્રેક લીંગ
પ્રા.લિ.ના ફરિયાદી સંચાલક નવીનચંદ્ર હરીલાલ સુરતવાલાએ જય ક્રિષ્ના પ્રિન્ટ્રસના નામે
ડાઈંગ પ્રિન્ટીંગ મીલના આરોપી ભાગીદારો પંકજ રમેશ ગજ્જર રમેશચંદ્ર મોહનલાલ ગજ્જર સાથે
ધંધાકીય સંબંધો હતા.ફરિયાદી કંપની પાસેથી આરોપી પેઢીના ભાગીદારો પોતાની મીલમાં બળતણ
તરીકે વપરાતો ઔધોગિક કોલસો તથા લિગ્નાઈટનું વેચાણ આપવા જણાવ્યું હતુ.જેથી ફરિયાદીએ
ધંધાકીય સંબંધોના નાતે આરોપીઓને 13.73 લાખની કિંમતનો ઈમ્પોર્ટેડ સ્ટીમ કોલ વેચાણ આપ્યો
હતો. આરોપી પેઢી તરફે ગુજરાત મીનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ.માં એડવાન્સ ડીલીવરી ઓર્ડર
માટે રૃ.8.30 લાખ જમા કરાવ્યા હતા. જ્યારે ફરિયાદી પેઢીને કુલ રૃ.22.03 લાખ આરોપીઓ
એ આપવાના બાકી હતા. જેના પેમેન્ટ પેટે આરોપી પંકજ 
તથા રમેશચંદ્ર ગજ્જરે લેણી રકમના કુલ 10 જેટલા અલગ અલગ ચેક  ફરિયાદીને આપ્યા હતા. જે રિટર્ન થતા કિરીટ પાનવાલા
અને ધર્મેશ ગાંધી મારફત કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. જેની અંતિમ સુનાવણી બાદ કોર્ટે
આરોપી ભાગીદારોને દોષી ઠેરવી સજા અને દંડનો હુકમ કર્યો હતો. જો આરોપીઓ દંડ ભરે તો દંડની
રકમમાંથી ફરિયાદી પેઢીને રૃ.40 લાખ વળતર ચુકવવા કોર્ટે નિર્દેશ આપ્યો છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s