બે સગીર બહેનો પર જાતિય હુમલો કરી ધમકી બદલ પ્રૌઢ આરોપીને 3 વર્ષની કેદ


સુરત

પિતરાઇ બહેનોને ચોકલેટની લાલચ આપી મોહંમદ આરીફ શેખે લેથમાં કારખાનામાં લઇ જઇ એકથી વધુવાર જાતિય હુમલો કર્યો હતો

ત્રણેક
વર્ષ પહેલાં સલાબતપુરા પોલીસ મથકની હદમાં રહેતી બે સગીર પિતરાઈ બહેનોને
ચોકલેટ-પૈસાની લાલચ આપીને એકથી વધુ વાર જાતીય હુમલો કરી ધાકધમકી આપી પોક્સો એક્ટનો
ભંગ કરનાર આરોપી આધેડને એડીશ્નલ સેશન્સ જજ પી.એસ.કાલાએ  બંને કેસોમાં દોષી ઠેરવી ત્રણ વર્ષની કેદ
, રૃ.10 હજાર દંડ તથા
દંડ ન ભરે તો છ માસની કેદની સજા ફટકારી છે.જ્યારે બંને કેસોમા ંભોગ બનનાર તરૃણીઓને
વીકટીમ કોમ્પેન્સેશન  સ્કીમ હેઠળ રૃ.25 હજાર વળતર ચુકવવા કોર્ટે ભલામણ કરી છે.

સલાબતપુરા
રેશમવાડ સ્થિત ટ્રસ્ટના ભાડાના મકાનમાં લેથ મશીનનું કારખાનું ધરાવતા 52 વર્ષીય આરોપી
મોહમદ આરીફ અબ્દુલખાલીફ શેખ(રે.કાકાભાઈની સ્ટ્રીટ
,ઝાંપાબજાર) વિરુધ્ધ ઓગષ્ટ-2019 દરમિયાન ભોગ
બનનાર તરૃણીની માતાએ પોક્સો એક્ટના ભંગ બદલ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
તરૃણીને પાણીની બોટલ ભરી આવવાનું કહીને આરોપી મોહમદ શેખે લેથ મશીનના કારખાનામાં લઈ
જઈને ધાકધમકી આપીને એકથી વધુવાર દુષ્કર્મ આચર્યું હતુ. જે અંગે બે નજરે જોનાર સાક્ષીઓએ
પોતાના મોબાઈલમાં આ ઘટનાનો વીડીયો ક્લીપ બનાવી હતી.

જ્યારે
તરુણીને હોમવર્ક માટે બોલાવવા આવનાર તેની પિતરાઈ સગીર બહેન સાથે પણ આરોપી મોહમદ
આરીફ શેખે એકથી વધુવાર પૈસા અને ચોકલેટની લાલચ આપીને ધાકધમકી આપીને જાતીય હુમલો
કર્યો હતો. બંને બહેનોની માતાએ બળજબરીપુર્વક દુષ્કર્મ આચરીને પોક્સો એક્ટના ભંગ
અંગેની ફરિયાદ નોંધાવી હતી. ન્યાયિક કાર્યવાહી દરમિયાન બચાવપક્ષે મુખ્યત્વે
ટ્રસ્ટીઓના મેળાપિપણામાં આરોપીના ભાડાના કારખાનાનો કબજો મેળવવા ખોટી ફરિયાદ કરી
હોવાનો બચાવ લીધો હતો. સીડીમાં આરોપીનો ચહેરો સ્પષ્ટ ન હોવા ઉપરાંત પુરાવાની કાયદા
મુજબ કલમ-65 બીનું પ્રમાણપત્ર રજુ થયું નથી. ભોગ બનનારે લાંબા સમય સુધી પોતાના
નજીકના સંબંધીઓને બનાવ સંદર્ભે વાત કરી નથી. અને શાળાએ જવાનું ચાલુ રાખ્યું હતું.

જ્યારે
ફરિયાદપક્ષે એપીપી કિશોર રેવાલીયાએ જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો
પ્રથમ દર્શનીય કેસ છે. નજરે જોનાર સાક્ષી તથા ભોગ બનનાર બાળકીઓએ આરોપી ને સીડીમાં
ઓળખીને બનાવને સંદર્ભે સમર્થનકારી જુબાની આપી છે. માત્ર સીડી સંદર્ભે
સર્ટીફિકેટરજુ ન થવાના કારણોસર બનાવ ન બનવા અંગે અનુમાન થઈ શકે નહીં. આરોપી જૈફ
વયના હોવા છતાં બે સગીર બાળા સાથે શારીરીક છેડછાડ કરી હોઈ આવા ગુનામાં આરોપી
પ્રત્યે કુણું વલણ  અપનાવવાથી સમાજમાં ખોટો
સંદેશ જાય તેમ છે.

કોર્ટે
આરોપીને બળાત્કાર
, પોક્સો એક્ટની કલમ ૩એ)4,5(એલ) 6 ના ગુનામાં શંકાનો
લાભ આપી છોડી મુકવા હુકમ કર્યો છે. જ્યારે ધાકધમકી આપવા તથા સગીર બાળકીઓ પર જાતીય હુમલો
કરી પોક્સો એક્ટની કલમ 8ના ગુનામાં  કોર્ટે
આરોપીને દોષી ઠેરવી કેદ તથા દંડની સજા ફટકારી છે.કોર્ટે જણાવ્યું હતું કે ભોગ
બનનારને શારીરિક ઈજા નહીં પંરંતુ બાકીની જિંદગીમાં ન ભુલાય તેવી માનસિક અસર થઈ છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s