પુષ્યનક્ષત્રમાં સુરતીઓએ 80 કરોડના સોના-ચાંદીની મિક્સ ચીજોની ખરીદી કરી


-મૂરતની
સાથોસાથ મિક્સ વસ્તુઓ ખરીદવાનો નવો ટ્રેન્ડઃ સુરતના નાના-મોટા 2400થી વધુ જ્વેલર્સને
ત્યાં ભીડ નજરે પડી

સુરત,

લગ્નસરા અનુસંધાને સોના-ચાંદીના
દાગીનાની ખરીદી થતી રહેતી હોય છે. પરંતુ વરસમાં બે વખત એવા પણ આવે છે કે જ્વેલર્સને
સારો ધંધો મળી રહે છે. દિવાળી પહેલાં પુષ્યનક્ષત્રમાં આજે ગ્રાહકોએ અંદાજે રુ.80 કરોડની
આસપાસ સોના-ચાંદીનાની ખરીદી કરી મૂરત જાળવ્યું હતું.

લગ્ન અને અન્ય શુભ પ્રસંગો માટે
સારાં નક્ષત્રમાં સોના-ચાંદીની ચીજ વસ્તુઓની ખરીદવાની પરંપરા ગ્રાહકોની વર્ષોની છે.
દિવાળી પછી લગ્નસરાની સિઝન શરૃ થતી હોવાને કારણે ગ્રાહકો સામાન્ય રીતે દાગીનાના ઓર્ડર
માટે સોનાની ટોકન ખરીદી કરીને મુરત જાળવે છે. જ્વેલર્સ માટે વર્ષમાં બે વખત ગ્રાહકો
તરફથી સારો પ્રતિભાવ મળતો હોય છે. દિવાળી તહેવારમાં ધનતેરસના દિવસે તથા તે પહેલાં પુષ્યનક્ષત્ર
વખતે ગ્રાહકો જરૃરિયાત મુજબની ખરીદી અને ઓર્ડરો આપતા હોય છે અને આજે ગુરૃવારે પુષ્ય
નક્ષત્રના દિવસે શહેરના સંખ્યાબંધ જવેલર્સને પ્રમાણમાં સારો એવો ધંધો મળ્યો હતો.

સુરત શહેરમાં નાનાં મોટાં મળીને
2400થી વધુ જ્વેલર્સ સોના-ચાંદીના કામકાજ સાથે સંકળાયેલાં છે. પુષ્ય નક્ષત્રના દિવસે
ખરીદીની પરંપરા રહી હોવાથી તરફથી, આગોતરી તૈયારીઓ કરવામાં આવે છે. આજે ગ્રાહકો તરફથી
દાગીનાના ઓર્ડરો ઉપરાંત સોના-ચાંદીના સિક્કાઓની ખરીદી કરવામાં આવી હતી, એમ જેમ એન્ડ
જ્વેલરી ફેડરેશનના નૈનેશ પચ્ચીગરે જણાવ્યું હતું.

કોવિડ પછી પ્રથમ
વખત જ્વેલર્સ માટે રોનક પરત આવતી અનુભવાઇ

મુરતની સાથે સાથે જરૃરિયાતની
જ્વેલરી પણ ગ્રાહકોએ ખરીદી હતી. આ વખતે એવું જોવાયું કે, માત્ર મુરત સાચવવા માટે ખરીદી
ગ્રાહકોએ કરી નહોતી. પરંતુ જરૃરિયાત મુજબની સોના-ચાંદીની ચીજ વસ્તુઓની ખરીદી કરી હતી.
નેકલેસ વોચ લકી બ્રેસલેટ કંગન સહિતની અન્ય કિંમતી ધાતુઓની ખરીદી કરવામાં આવી હતી. કોવિડ
પછી પ્રથમ વખત જ્વેલર્સ માટે ધંધામાં રોનક પરત આવી હોવાનું કતારગામના જ્વેલર્સ નિલેશ
લંગાળીયાએ કહ્યું હતુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s