નર્સિંગની 23 વિદ્યાર્થિનીઓએ આખી રાત જાગીને રંગોળી બનાવી

– વેક્સિનના-100 કરોડ ડોઝની થિમ પર 60 બાય 15 ફુટની આકર્ષક અને વિશાળ રંગોળી 13 કલાકે તૈયાર થઇ

        સુરત:

વેક્સિનના-100 કરોડ ડોઝ પુરા થવાના
અવસરને નવી સિવિલ હોસ્પિટલ ખાતે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.નસગ કોલેજની વિદ્યાર્થીનીઓએ
આખી રાત મહેનત કરી કિડની હોસ્પિટલની બહાર વિશાળ અને આકર્ષક રંગોળી બનાવી છે. જેને
પ્રદર્શન માટે ખુલ્લી મુકાઇ છે.

<

p class=”12News”> નસગ કોલેજમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી 23 વિદ્યાર્થીનીઓએ સિવિલ
ખાતે કિડની બિલ્ડીંગ પાસે
60 બાય 15
ફુટની વિશાળ રંગોળી
13 કલાકની મહેનત બાદ  પુરી કરી હતી.રંગબેરંગી અને  આકર્ષક રંગોથી સફેદ રેતી ઉપર આ રંગોળી
બનાવવામાં આવી છે. વેક્સિનના ડોઝની થીમ ઉપર તૈયાર કરવામાં આવેલી આ રંગોળીને
પ્રદર્શન માટે ખુલ્લી મુકવા સવારે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવાંમાં આવ્યું હતું.
જેમાં તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકર
,નર્સીંગ કાઉન્સિલના  ઈકબાલ કડીવાલા,નર્સીંગ
સ્ટાફ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.આ પ્રસંગે રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત કરનાર
ડો
,પ્રજ્ઞાબેન ડાભીનું 
સન્માન કરવામાં આવ્યું હતું. તો કોરોના કાળમાં કપરી કામગીરી કરીને કોલેજ
માંથી વિદાય લઇ રહેલા નર્સિગ કોલેજના વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરાયા હતા. જ્યારે
ગવર્મેન્ટ નર્સીગ કોલેજના ડૉ ઇન્દ્રાવતિ રાવ સહિત વિવિધ કોલેજના 25 આચાર્યોનું
નર્સિંગ એસોસીએશન દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતું. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s