તું કેમ કૂતરાને લઇ નીકળ્યો છે ? પાળતું કૂતરાને લઇ નીકળેલા બાળકને સોસાયટીના રહીશે પટકીને માર્યો


– બાળકને જમીન પર પટકીને મારતી ઘટનાના ફુટેજઃ અગાઉ બાળકને ધમકાવ્યો હતો, પોલીસ રહીશની અટકાયત કરી

સુરત
ઘોડદોડ રોડની આર્ચમન સોસાયટીમાં પાળતું કૂતરાને લઇને લટાર મારવા નીકળેલા 12 વર્ષના બાળકને સોસાયટીના રહેવાસીએ તું કેમ કૂતરાને લઇ નીકળ્યો છે એમ કહી ઠપકો આપી કાન પકડી જમીન પર પટકી દઇ બેરહમી પૂર્વક માર મારતા મામલો ઉમરા પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે સોસાયટીના રહીશ વિરૂધ્ધ અટકાયતી પગલા લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઘોડદોડ રોડ સ્થિત આર્ચમન સોસાયટીમાં રહેતા મમતાબેન અલ્પેશ કુપાવાલાનો 12 વર્ષનો પુત્ર પાળતું કૂતરાને લઇ સોસાયટીમાં લટાર મારવા નીકળ્યો હતો. તે દરમિયાન સોસાયટીમાં જ રહેતા વિરસિંહજી નવલસિંહજી સરવૈયાએ ઠપકો આપતા કહ્યું હતું કે તું કેમ કૂતરાને લઇ નીકળ્યો છે, સોસાયટીમાં છોકરાઓ રમે છે ખબર નથી પડતી. ત્યાર બાદ અચાનક જ વિરસિંહજી આવેશમાં આવી જઇ 12 વર્ષના બાળકનો કાન અમળી તેને જમીન પર પટકી દઇ બેરહમી પૂર્વક માર માર્યો હતો.

જેને પગલે સોસાયટીના રહીશો એક્ઠા થઇ ગયા હતા અને સ્થાનિક સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના પણ કેદ થઇ ગઇ હતી. વિરસિંહજીએ બાળકને માર માર્યાની જાણ થતા તેની માતા મમતાબેન સહિતના પરિજનો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા ઉમરા પોલીસ પણ દોડી ગઇ હતી. પોલીસે વિરસિંહજી સરવૈયા વિરૂધ્ધ અટકાયતી પગલા લઇ જામીન મુક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે બાળક અગાઉ પણ સોસાયટીમાં કૂતરાને લઇ લટાર મારવા નીકળ્યો હતો ત્યારે વિરસિંહે તેને ધમકાવ્યો હતો અને માર મારવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ તેના પરિજનોએ કર્યો હતો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s