જહાંગીરપુરાના પટેલ નગરમાં : બોગસ પાવરથી વિધવા પુત્રવધુ, પૌત્રીએ બે પ્લોટ વેચી દીધાની વૃધ્ધાની ફરિયાદ

– ભાડુઆત અચાનક પ્લોટ ખાલી કરી દેતા ભોપાળું બહાર આવ્યું, 2018માં મૃત્યુ પામેલા પુત્રએ 2012માં પત્ની સાથે પ્લોટ રૂ. 40 લાખમાં ગીરવે મુકયા હતા

સુરત
જહાંગીરપુરાની પટેલ નગર સોસાયટીના બે પ્લોટ બોગસ પાવરના આધારે વેચી દેનાર વિધવા પુત્રવધુ અને પૌત્રી વિરૂધ્ધ સાંધીયર ગામની વૃધ્ધાએ જહાંગીરપુરા પોલીસ મથકમાં વિશ્વાસઘાતની ફરીયાદ નોંધાવી છે.
જહાંગીરપુરા સ્થિત પટેલ નગર સોસાયટીના બે મકાન એ 27 અને એ 28 ભાનુબેન ભગવતી પટેલ (ઉ.વ. 66 રહે. નવપરા ફળીયું, સાંધીયર, તા. ઓલપાડ) એ 2010માં ખરીદી ભાડેથી આપ્યા હતા. પરંતુ જુલાઇ 2020માં અચાનક જ ભાડુઆતે પ્લોટ ખાલી કરી દીધા અને લાઇટ બિલમાં રણજીતસિંહ પ્રતાપસિંહ જાડેજા (ઉ.વ. 41) નું નામ હતું. જેથી ચોંકી જનાર ભાનુબેને કતારગામ સબ રજીસ્ટ્રાર કચેરીમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જાન્યુઆરી 2018માં પુત્ર રસીકના મૃત્યુ બાદ પિસાદ ગામ ખાતે પિયરમાં રહેતી તેની પત્ની અમિષા અને પુત્રી રીયાએ ઓગસ્ટ 2019માં ભાનુબેનની બોગસ સહીના આધારે પાવર બનાવ્યો હતો. આ બોગસ પાવરના આધારે પુત્રવધુ અમિષા અને પૌત્રી રીયાએ રણજીતસિંહ જાડેજાને પ્લોટનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ભાનુબેને બોગસ પાવરના બનાવનાર પુત્રવધુ અમિષા અને પૌત્રી રીયા વિરૂધ્ધ જહાંગીરપુરા પોલીસમાં ઠગાઇની ફરીયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2018માં મૃત્યુ પામનાર પુત્ર રસીક અને તેની પત્ની અમિષાએ વર્ષ 2012માં રણજીતસિંહ પાસેથી પ્લોટ ગીરવે મુકી 40 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેથી તેના બદલામાં પ્લોટનો દસ્તાવેજ કરી આપ્યો હતો.

ફરીયાદ નોંધાતા માતા-પુત્રી બિમારીનું સ્ટંટ કરી હોસ્પિટલમાં દાખલ થઇ ગયા



વ્યાજે લીધેલા 40 લાખના બદલામાં બોગસ પાવરના આધારે બે પ્લોટ વેચી દેનાર પુતવધુ અમિષા પટેલ અને પૌત્રી રીયા પટેલ વિરૂધ્ધ ભાનુબેને ફરીયાદ નોંધાવતા પોલીસ તપાસ અર્થે અમિષાના પિયરમાં ગઇ હતી. પરંતુ ફરીયાદ નોંધાયાની ગંધ આવી જતા અમિષા અને રીયા ચક્કર આવતા હોવાના બહાને ખાનગી હોસ્પિટલમાં દાખલ થઇ ગયા હતા. જો કે પોલીસે બંનેની તબિયત અંગે ડોક્ટરની પૃચ્છા કર્યા બાદ હોસ્પિટલમાંથી તેઓની અટકાયત કરી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s