દાહોદના યુવાને વ્હોરા સમાજની પરિણીતાના ફોટો બિભત્સ ઓડિયો સાથે વાયરલ કર્યા


– વ્હોટ્સએપ ગ્રુપ મારફત મિત્રતા થઈ હતી

– પરિણીતાના ઈન્કાર છતાં યુવાને મિત્રતાની નિશાની છે કહી પાડેલા ફોટાના આધારે બ્લેકમેઈલ કરવા પ્રયાસ કરતા બ્લોક કર્યો હતો

સુરત, : સુરતના કોટ વિસ્તારમાં રહેતી અને ઓનલાઈન બિઝનેસ કરતી વ્હોરા સમાજની 41 વર્ષીય પરિણીતા સાથે વ્હોટ્સએપ ગ્રુપ મારફતે મિત્રતા થયા બાદ સુરત આવેલા દાહોદના પરિણીત યુવાને પહેલી મુલાકાત દરમિયાન પરિણીતાના ઈન્કાર છતાં મિત્રતાની નિશાની છે કહી ફોટા પાડયા હતા. બાદમાં યુવાને ફોટાના આધારે બ્લેકમેઈલ કરવા પ્રયાસ કરતા પરિણીતાએ તેને બ્લોક કર્યો તો તેણે ફોટા વ્હોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર બિભત્સ ઓડીયો કલીપ સાથે વાયરલ કરી દીધા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કોટ વિસ્તારમાં રહેતી વ્હોરા સમાજની 41 વર્ષીય પરણિતા ફાતેમા ( નામ બદલ્યું છે ) ઓનલાઈન બિઝનેસ કરે છે તેથી સોશ્યલ મીડિયામાં ઘણી એક્ટિવ છે. ત્રણ વર્ષ અગાઉ સમાજના વ્હોટ્સએપ ગ્રુપ હૂજુરે આલા લંડન મારફતે તેની ઓળખાણ દાહોદમાં રહેતા મુર્તુઝા શેફુદ્દીન જમાલી સાથે થઈ હતી. બંને વચ્ચે મિત્રતા થતા તેઓ એકબીજાની અંગત વાત પણ શેર કરતા હતા. તે સમયે મુર્તુઝા પરણિત હોવાની જાણ થતા ફાતેમાએ પણ પોતે પરિણીત છે તેવું કહ્યું હતું. મિત્ર મુર્તુઝા અવારનવાર મુલાકાત કરવા કહેતો હોય ફાતેમાએ મળવા હા પાડતા તે સુરત આવ્યો હતો અને બંને પહેલી વખત મળ્યા હતા.તે સમયે વાતચીત દરમિયાન મુર્તુઝાએ ફોટા પાડતા ફાતેમાએ ના પાડી તો તેણે કહ્યું હતું કે આ તો આપણી મિત્રતાની નિશાની રૂપે યાદગીરી છે.

ત્યાર બાદ એક વર્ષ અગાઉ મુર્તુઝાએ ફાતેમાને તે ફોટા વ્હોટ્સએપ પર મોકલી બદનામ કરવા મેસેજ પણ કરતા ફાતેમાએ તેને બ્લોક કરી દીધો હતો. તેમ છતાં મુર્તુઝા તેને જુદાજુદા નંબરથી ફોટા મોકલતો હતો અને બે મહિના પહેલા તેણે સમાજના વ્હોટ્સએપ ગ્રુપમાં પહેલી મુલાકાત વખતે લીધેલા ફોટા પૈકીનો એક ફોટો મૂકી ઓડિયો મેસેજ પણ મુક્યો હતો. તેમાં તેણે ફાતેમા સાથે તેનું એક વર્ષથી અફેર હતું અને ફાતેમા ચારિત્ર્યહીન છે તેવી વાત કરી હતી. આવી જ રીતે તેણે ફાતેમા અંગે ગંદી વાતો કરતા ઓડિયો મેસેજ વ્હોટ્સએપ ગ્રુપમાં મુક્યા બાદ તેના ઇન્સ્ટાગ્રામ આઈડી પર પણ ફાતેમા સાથેનો ફોટો મૂકી અફેરની વાત લખી હતી.

ત્યાર બાદ મુર્તુઝાએ અવારનવાર વ્હોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ થકી ફોટા વાયરલ કરતા છેવટે ફાતેમાએ તેના વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી. અરજી કર્યાની જાણ થતા મુર્તુઝાએ ફાતેમાના પતિના વ્હોટ્સએપ પર ફાતેમાનો ફોટો મોકલી હિન્દીમાં લખ્યું હતું કે તું મને પોલીસની ધમકી નહીં આપ, કોર્ટમાં કેસ કર મેં હાજર થઈ જઈશ. સલાબતપુરા પોલીસે ફાતેમાની અરજીના આધારે ગતરોજ મુર્તુઝા વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. વધુ તપાસ પીઆઈ એમ.વી.કીકાણી કરી રહ્યા છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s