તારે ધંધો કરવો હોય તો જીએસટી આપવી પડશે..રાંદેરના જમીન દલાલના અપહરણ-ખંડણી પ્રકરણમાં ગેંગસ્ટર અલ્તાફ પટેલની ધરપકડ


– અલ્તાફ અને વિપુલ ગાજીપરાના ઇશારે તેમના પન્ટરોએ ફિલ્મી સ્ટાઇલમાં અપહરણ કરી રૂ. 4 કરોડની ખંડણી માંગી હતી

સુરત
રાંદેર-ગોરાટ વિસ્તારમાં રહેતા જમીન દલાલનું અડાજણ પાટીયા નજીક ફિલ્મી સ્ટાઇલમાં કાર આંતરી રિવોલ્વરની અણીએ અપહરણ કરી ખંડણી પેટે 4 કરોડ માંગવાના પ્રકરણમાં ગુજસીટોક હેઠળના નોંધાયેલા ગુનામાં રાંદેર પોલીસે અલ્તાફ પટેલનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી કોર્ટમાં રજૂ કરતા જયુ. કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.

રાંદેર-ગોરાટ રોડની અલનૂર રેસીડેન્સીમાં રહેતા જમીન દલાલી નવાઝ જાફર પોઠીયાવાલાની પાંચ મહિના અગાઉ અડાજણ પાટીયા નજીક ફિલ્મી સ્ટાઇલમાં કાર આંતરી રિવોલ્વરની અણીએ અલ્તાફ પટેલ ગેંગે અપહરણ કર્યુ હતું. અપહરણકારોએ અપૃહ્રત નવાઝને અડાજણ પાટીયાની ગંગાસાગર સોસાયટીના ગાર્ડનના પાર્કીંગમાં લઇ જઇ લમણે રિવોલ્વર મુકી અમે અલ્તાફ પટેલ અને ‌વિપુલ ગાજીપરાના માણસો છે, તારે આ ‌વિસ્તારમાં રહેવું હોય અને ધંધો કરવો હોય તો અમને જીએસટી એટલે કે ખંડણી પેટે 4 કરોડ રૂપિયા આપવા પડશે. જો તું રૂપિયા નહીં આપે તો તને શાંતિથી રહેવા દઇશું નહીં અને તારે જાનથી હાથ ધોવા પડશે તેવી ધમકી આપી હતી. આ પ્રકરણમાં જે તે વખતે પોલીસે અલ્તાફ અને વિપુલ ગેંગ વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી અબ્દુલ્લા ઉર્ફે માંજરો ડાંગરા, ગ્યાસ ઉર્ફે ભુરા શેખ સહિત ચારને ઝડપી પાડયા હતા. જયારે ગત દિવસોમાં ક્રાઇમ બ્રાંચે અલાતફ ગફુર પટેલ (ઉ.વ. 42 રહે. ખારવા ચાલ, એલ.એચ. રોડ, વરાછા) ને ઝડપી પાડયો હતો. જેનો ટ્રાન્સફર વોરંટના આધારે રાંદેર પોલીસે કબ્જો મેળવી પૂછપરછ હાથ ધરી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s