SMCના ઓડિટોરીયમમાં સિટીંગ કેપેસીટી 60 ટકા પણ ભાડા પેટે 100 ટકા વસુલી

-છેલ્લા બે વર્ષથી હોલની પ્રવૃતિઓ બંધ છતાં દર વર્ષે વધારાતા ૫ ટકા ભાડામાં પણ
રાહત ન મળતા આયોજકો પરેશાન

સુરત

લોકોના મનોરંજન માટે સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરમાં
અનેક ગાર્ડન. માછલીઘર
, સાયન્સ સેન્ટર,
નેચરપાર્ક વગેરે સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે. ઓડિટોરીયમનો હેતુ પણ
લોકોના મનોરંજન માટેનો જ છે. પણ કોરોનાને કારણે આ ઓડિટોરીયમ છેલ્લા બે વર્ષથી ખાલી
જ છે. બીજી લહેર શાંત થતા હાલમાં ૬૦ ટકા પ્રેક્ષકો સાથે ચાલુ કરવામાં આવ્યા છે. જો
કે તેની સામે ભાડામાં કોઇ રાહત નથી અપાઇ. જેને લઇને કાર્યક્રમો કરતા આયોજકોમાં
કચવાટ છે.

સુરતમાં ગાંધીસ્મૃતિ ભવન સાંસ્કૃતિ પ્રવૃતિ માટે મુખ્ય કેન્દ્ર
છે. જો કે હાલમાં તેનું રિનોવેશન ચાલી રહ્યુ હોવાથી સરદાર વલ્લભભાઇ ઓડિટોરીયમ વરાછા
, સંજીવકુમાર ઓડિટોરીયમ પાલ, સાયન્સ સેન્ટરનું
ઓડિટોરીયમ
, પરફોર્મિનંગ આર્ટ સેન્ટર પાલ વગેરેમાં કાર્યક્રમો
થાય છે. પરંતુ આયોજકો માટે મોટી વિટંબણા એ છે કે દર્શકો નથી મળતા અને દર્શકો જેમ તેમ
કરીને શોધીને લાવે તો ઓડિટોરીયમમાં ૬૦ ટકા બેઠકની જ પરમીશન છે. જેની સામે ભાડુ પુરેપુરૃ
૧૦૦ ટકા લેવામાં આવે છે. કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સ માટે ૬૦ ટકા બેઠક માટે આયોજકોને
કોઇ પ્રોબ્લેમ નથી પણ તેની સામે જે ૪૦ ટકા ખાલી રહે છે તે માટે ભાડામાં થોડી ઘણી રાહત
મળે તેવુ ઇચ્છે છે. કમસે કમ છેલ્લા બે વર્ષથી હોલ બંધ હતા છતાં દર વર્ષે ૫ ટકા ભાડુ
વધારવામાં આવે છે એ રીતે બે વર્ષમાં ૧૦ ટકાનો વધારો થયો છે એમાં પણ જો રાહત મળે તો
પણ ઘણો ફાયદો થઇ શકે તેમ છે. હાલમાં તો હોલમાં નાટક
, આરંગેત્રમ
જેવા એકલ દોકલ કાર્યક્રમ થઇ રહ્યા છે પણ ઉનાળામાં સ્કૂલના વાર્ષિક કાર્યક્રમો પણ ભરપુર
થતા હોય છે. ત્યારે કાર્યક્રમ કરનારને વધુ આર્થિક ફટકો ન પડે એ જોવાની જવાબદારી પણ
પાલિકા તંત્રની જ છે.

આયોજકોના આ સવાલો પણ છે

આર્ગેનાઇઝ ધીરેન શાહના કહેવા પ્રમાણે મ્યુનિ.ના ઓડિટોરીયમ
જાહેર રજાઓમાં બંધ રહે છે. અલબત્ત એ સમયે જો શો થાય તો સારૃ ઓડિયન્સ મળી શકે છે.
પણ એ રજાના દિવસોમાં પરમીશન નથી. છતાં તમારે શો કરવા હોય તો ત્રણ ગણુ ભાડુ આપો તો
શો કરી શકાય છે. ત્રણ ગણા ભાડામાં શો થઇ શકે તો સિંગલમાં શા માટે નહી
? હમણા દિવાળીના તહેવારમાં પણ તમામ હોલ બંધ રહેશે. જે ચાલુ રહે
તે માટે આયોજકો રજુઆત પણ કરવાના છે. આ ઉપરાંત નાટય પ્રવૃતિ અને ઓર્કેસ્ટ્રા શોના
ભાડામાં ઘણુ બધુ અંતર છે આ અંતર કેમ છે એ પણ સવાલ છે.

મ્યુનિ. ધારે તો નાટય સ્પર્ધા કરી શકી હોત પણ…

<

p class=”MsoNormal” style=”margin-bottom:0;margin-bottom:.0001pt;text-align:justify;text-indent:14.15pt;line-height:12.1pt;”>છેલ્લા બે વર્ષથી સુરતમાં અવિરત ચાલતી નાટક સ્પર્ધા
કોરોનાના માહોલમાં બંધ રહી. વર્ષ ૨૦૨૦માં કોરોનાનો કહેર એટલો હતો કે ત્યારે
સ્પર્ધા કરવી શક્ય ન હતી. જો કે એ સમયે ઓનલાઇન કાર્યક્રમોનો ટ્રેન્ડ ચાલુ થયો હતો
તો પાલિકા પણ ઓનલાઇન નાટયસ્પર્ધા કરી શકી હોત જો ધાર્યુ હોત તો.. અને હાલ ૨૦૨૧માં
તો હોલમાં ૬૦ ટકા પબ્લિક સાથે નાટકો થાય છે જેની પરમીશન પાલિકા જ આપે છે તો પાલિકા
પોતાની પોતીકી સ્પર્ધા કેમ ન કરી શકે
? લોકોને
ન બોલાવવા હોય તો માત્ર જજ પેનલ સાથે પણ સ્પર્ધા થઇ શકે પણ નિયય હોય તો.. આ તો
વર્ષોથી પરંપરાગત થાય છે એટલે કરવુ પડે એ રીતે કરવામાં આવતી હોય એવુ લાગી રહ્યુ
છે. ખેર.. નવા સાંસ્કૃતિક ચેરમેન આ બાબતે વિચારે .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s