સતત ટેન્શનના કારણે આપઘાત કરૃ છુ મારા કિડની અને લીવરનું દાન કરી દેજો

કાપોદ્રામાં
રહેતા અને અમદાવાદમાં કાપડ યુનિટમાં નોકરી કરતા મૂળ ભાવનગરનાં બે સંતાનના પિતાનો
આપઘાત

સુરત :

હું મારા શરીરથી થાકી ગયો છુ. સતત ટેન્શનના કારણે આપઘાત કરૃ છુ. મારા
કિડની અને લીવરનું દાન કરી દેજો.
એવી સ્યુસાઇડ નોટ લખીને
કાપોદ્રાના આધેડે ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ.

સ્મીમેર
હોસ્પિટલથી મળેલી વિગત મુજબ કાપોદ્રામાં હીરાબાગ પાસે હિમંતનગર સોસાયટી નજીક નિલકંઠ
એપાર્ટમેન્ટમાં રહેતા ૪૫ વર્ષીય ભરતભાઇ કાનજીભાઇ લાઠીયાએ સોમવારે બપોરે ઘરે છતના હુક
સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. પોલીસે કહ્યુ કે ભરતભાઇ પાસેથી મળેલી
સ્યુસાઇડ નોટમાં લખ્યુ હતુ કે
મારા દિકરા અને દીકરીને સાચવજો. મારા મોત પાછળ કોઇ જવાબદાર નથી. આ પગલા પાછળ
હું જવાબદાર છુ. હું મારા શરીરથી થાકી ગયો છુ. સતત ટેન્શનના કારણે આપધાત કરૃ છુ. મારા
કિડની અને લીવરનું દાન કરી દેજો.
” 
ભરતભાઇ મુળ ભાવનગરના પાલીતાણામાં ઓખાલારીગામના વતની હતા. તેમને  સંતાનમાં એક પુત્ર ભાવનગર ખાતે  અભ્યાસ કરે છે 
અને એક પુત્રી છે. તે અમદાવાદ ખાતે કાપડ યુનિટમાં નોકરી કરતા હતા અને રજા લઇને
ઘરે આવ્યા હતા. તેમની પત્ની વરાછા ખાતે કલાસીસમાં ટયુશન કરાવે છે.

 – કાપડ શો
રૃમના ભાગીદારે ફાંસો ખાધો

<

p class=”12News”>હિરાબાગ
ખાતે નર્મદ બંગ્લોમાં રહેતો
26 વર્ષીય દર્શન અરવિંદભાઇ ખુંટ હીરાબાગ – બરોડા પ્રિસ્ટેજ રોડ પર મિત્ર
સાથે ભાગીદારીમાં કપડાના શો રૃમ ચલાવતો હતો. ગઇ કાલે રાતે શો રૃમમાં દર્શને પંખા
સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મ હત્યા કરી હતી. પોલીસે કહ્યુ કે દર્શનનો
ગુસ્સાવાળો સ્વભાવ હતો. નજીવી બાબતે પરિવારના સભ્યો સાથે તેની રકઝક થઇ હતી. બાદમાં
તે ઘરેથી શો રૃમ પર આવી ગયો હતો. તેથી તેના પિતાએ તેને ફોન કરીને ઘરે આવવા કહ્યુ
હતુ. પણ ઘેર ગયો ન હતો. બાદમાં તેણે આ પગલુ ભર્યુ હતુ. તે મુળ ભાનગરના પાલીતાણાનં
સગાપુરનો વતની હતો. આ બંને બનાવ અંગે કાપોદ્રા પોલીસે તપાસ હાથ ઘરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s