લેન્ડ ગ્રેબીંગના ગુનામાં આરોપીઓના જામીન નકારાયાસુરત

જમીનના પ્લોટ બોગસ દસ્તાવેજોના આધારે હડપવા અંગે ફરિયાદ નોંધાઇ હતીઃ ચાર્જશીટ બાદ સમન્યાય સિધ્ધાંત હેઠળ જામીન માંગ્યા હતા

સચીન
વિસ્તારમાં સુડા હાઉસીંગ પ્રોજેક્ટ નજીક જમીનના ખુલ્લા પ્લોટના બોગસ દસ્તાવેજો ના આધારે
હડપવાના ગુનાઈત કારસામાં સંડોવાયેલા બે આરોપીઓએ ચાર્જશીટ રજુ થયા બાદ સમન્યાયના સિધ્ધાંત
હેઠળ જામીન માંગતી અરજીને એડીશ્નલ સેશન્સ જજ પી. એસ. કાલાએ નકારી કાઢી છે.

વેસુ
ખાતે આગમ હેરીટેજ સોમેશ્વરા સર્કલ ખાતે રહેતા ફરિયાદી ઉષાબેન જયવદન જરીવાલાએ
તા.28-6-21ના રોજ સચીન વિસ્તારમાં સુડા હાઉસીંગ પ્રોજેક્ટ સેકટર-1થી  ઓળખાતી જમીનમાં આવેલા પોતાની માલિકીના પ્લોટ
નં.13ના બોગસ દસ્તાવેજોના આધારે હડપવાના કારસા અંગે સાતથી વધુ આરોપીઓ વિરુધ્ધ સુરત
જિલ્લા કલેકટર સમક્ષ લેન્ડગ્રેબિંગ એક્ટના ભંગ બદલ અરજી કરી હતી.જેથી ફરિયાદીની
જમીન હડપવા ગુનાઈત ફોર્જરી કરી વિશ્વાસઘાત કરવાના કારસામાં સચીન પોલીસને ગુનો દાખલ
કરવા નિર્દશ આપવામાં આવ્યો હતો.આ ગુનામાં આરોપી રાજુ હમીર ભરવાડ(રે.કામરેજ
,સત્યમ નગર)મેહુલ જેરામ
મારડીયા
,ફરિયાદીનું ખોટુ નામ ધારણ કરનાર સ્ત્રી જશુબેન
સાલીયા
,મુકેશ મધા મેર,શાહનવાઝ ખાન
ઉર્ફે શાનુ અશરફખાન પઠાણ(રે.બડેખાં ચકલા
,અઠવા)ઝહીર ઉર્ફે
સમીર યુસુફ મહમદ મલેક(રે.છીપવાડ
,નાના વરાછા),અવેશ બાબુ કાપડીયા વગેરેએ એકબીજાના મેળા પિપણામાં ફરિયાદીની જમીનના પ્લોટ
બોગસ દસ્તાવેજોના આધારે હડપવાનો કારસો રચ્યો હતો.


કેસમાં સચીન પોલીસે જેલભેગા કરેલા આરોપી શાહનવાઝ ખાન પઠાણ તથા ઝહીર મલેકે ચાર્જશીટ
રજુ થવા તથા આ કેસના અન્ય આરોપીઓને શરતી જામીન મળ્યા હોઈ સમન્યાયના સિધ્ધાંત હેઠળ
જામીન માંગ્યા હતા.જેના વિરોધમાં એપીપી કિશોર રેવાલીયાએ તપાસ અધિકારીની એફીડેવિટ
રજુ કરી જણાવ્યું હતું કે બંને આરોપીઓની ગુનામાં સક્રીય સંડોવણી છે.જેથી જામીન
મુક્ત આરોપીઓ તથા હાલના આરોપીઓની ભૂમિકા અલગ અલગ હોઈ સમન્યાયના સિધ્ધાંત લાગુ પડે
તેમ નથી.આરોપીઓને જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની તથા ટ્રાયલમાં હાજર
ન રહે તેવી સંભાવના છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s