સ્મીમેર હોસ્પિટલની મહિલા ડોક્ટરનાં આપઘાત પ્રકરણમાં તપાસ કમિટી બની

સ્મીમેરના
અન્ય રેસીડન્ટ ડોકટરને કંઇ તકલીફ કે તાણ છે કે કેમ
? તે સિનિયર ડોકટરો જાણશે અને કાઉન્સેલિંગ કરશે

સુરત :

સુરત
મહાનગરપાલિકાની સ્મીમેર હોસ્પિટલની મહિલા રેસિડન્ટ ડોક્ટરની આત્મહત્યા પ્રકરણમાં  સ્મીમેર તંત્ર દ્વારા સમિતિની રચના કરી તપાસ શરૃ
કરાઇ છે.  અન્ય રેસીડન્ટ ડોકટરેને કંઇ તકલીફ
કે તાણ છે કે નહી તે અંગે સિનિયર ડોકટરો જાણીને માર્ગદર્શન આપશે.

સ્મીમેર
હોસ્પિટલ કેમ્પસમાં  રેસીડન્ટ હોસ્ટેલમાં રહેતી
અને ગાયનેક વિભાગની  ૨૬ વર્ષીય  રેસીડન્ટ ડો. જીગીષા  પટેલે શનિવારે રાત્રી દરમિયાન  ઇન્જેક્શન મૂકી જીવન ટૂંકાવ્યું  હતુ. સ્મીમેર મેડિકલ કોલેજના ડીન ડો. જીતેન્દ્ર
દર્શને કહ્યું હતું  કે  મહિલા ડોક્ટરને કામનું ભારણ હતુ કે નહી
, કોઇ તકલીફ હતી કે  નહી, કયા કારણ આ પગલું ભર્યું.
તે અંગે આંતરિક તપાસ કરવામાં  માટે તપાસ સમિતિની
રચના કરવામાં આવી છે. જેમાં માનસિક રોગ વિભાગના વડા ડો. પરાગભાઇ શાહ
, રેડીયોલોજી વિભાગના વડા ડો. મોનાબેન શાસ્ત્રી, માઇકોબાયોલોજી
વિભાગના વડા ડો. મન્નુ રેસીડન્ટ ડોકટરો
, નર્સિગ સ્ટાફ સહિતના
સ્ટાફના નિવેદન લઇને 10 દિવસમાં રિપોર્ટ  રજુ
કરાશે. વધુમાં તેમણે કહ્યુ કે આજ રોજ કોલેજ કાઉન્સીંલીંગની મળેલી બેઠકમાં તમામ વિભાગના
વડા હાજર રહ્યા હતા. જેમાં રેસીડન્ટ ડોકટરો વિશે જે તે વિભાગના વડાઓએ  જાણકારી મેળવવા ચર્ચા થઇ હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s