પાંચ વર્ષની બાળકીના ગુપ્તાંગમાં ફીંગરીંગ કરનાર આરોપીના જામીન રદ



સુરત


બંને પક્ષે સમાધાનનું કારણ આપી બચાવપક્ષે જામીન માંગ્યા પણ કોર્ટે ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસનો નિર્દેશ આપી નકાર્યા

માત્ર
પાંચ વર્ષીય બાળકીના ગુપ્તાંગ સાથે ચેડા કરી પોક્સો એક્ટના ભંગના ગુનામાં અમરોલી
પોલીસે જેલભેગા કરેલા આરોપી યુવકના જામીનની માંગને આજે એડીશ્નલ સેશન્સ જજ
પી.એસ.કાલાએ આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસનો નિર્દેશ આપી નકારી
કાઢી છે.

અમરોલી
પોલીસ મથકના હદ વિસ્તારમાં રહેતા 24 વર્ષીય આરોપી ઈશોર પ્રેમપ્રસાદ ઠાકલ (રે.ગોપાલ
હોટેલ
,અમરોલી
ચાર રસ્તા) વિરુધ્ધ તા.21-6-21ના રોજ અમરોલી વિસ્તારમાં રહેતી પાંચ વર્ષની બાળકીના
ગુપ્તાંગમાં ફીંગરીંગ કરીને ઈજા પહોંચાડી પોક્સો એક્ટના ભંગ કર્યો હતો.જે અંગે ભોગ
બનનાર બાળકીએ પોતાની માતાને જાણ કરતાં અમરોલી પોલીસે પોક્સો એક્ટના ભંગ બદલ
આરોપીની ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.હાલમાં જેલવાસ ભોગવતા આરોપી યુવકે ચાર્જશીટ
રજુ થયા બાદ જામીન માટે માંગ કરી હતી.જેની સુનાવણી દરમિયાન આરોપીના બચાવપક્ષે
આરોપીની ગુનામાં ખોટી સંડોવણી કરવામાં આવી હોઈ પ્રથમ દર્શનીય કેસના પુરાવાના અભાવે
જામીન આપવા માંગ કરી હતી.વધુમાં આરોપી તરફે ભોગ બનનાર બાળકી તથા ફરિયાદી વચ્ચે
સમાધાન થયું હોઈ આરોપીને જામીન આપવા સામે વાંધો ન હોવા અંગેની એફીડેવિટ રજુ કરી
હતી.

જેના
વિરોધમાં એપીપી કિશોર રેવાલીયાઅએ જણાવ્યું હતું કે આરોપીની વિરુધ્ધ ગંભીર ગુનાનો
પ્રથમ દર્શનીય કેસ છે.આરોપીએ સગીર વયની બાળકીના ગુપ્તાંગ સાથે ચેડા કરી પોક્સો
એક્ટનો ભંગ કર્યો છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s