જીનેટીક ડીસઓર્ડરના બહાનું આપનાર વીમા કંપનીને વળતર ચૂકવવા હુકમ


સુરત

વીમાદારનો રોગ વારસાગત હોવાનું સાબિત કરવાની જવાબદાર વીમા કંપનીની છેઃગ્રાહક કોર્ટ

વરાછારોડ
સ્થિત વીમાદારનો મેડીક્લેઈમ જીનેટીક ડીસઓર્ડર હોવાનું કારણ આગળ ધરીને ક્લેઈમ
નકારનાર વીમા કંપનીનો કાન આમળીને સુરત ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ
એમ.એચ.ચૌધરી તથા સભ્ય પુર્વીબેન જોશીએ 
વાર્ષિક 7 ટકાના વ્યાજ સહિત ક્લેઈમની કુલ રૃ.93,547
 તથા અરજી ખર્ચ અને
હાલાકી બદલ રૃ.5 હજાર ચુકવી આપવા હુકમ કર્યો છે.

વરાછારોડ
સ્થિત બરોડા પ્રિસ્ટેજ પાસે કસ્તુરબા સોસાયટીમાં રહેતા ફરિયાદી વીમાદાર જલ્પેશ
સવજી ભાદાણી પોતાના તથા પરિવારના સભ્યોની રૃ.3 લાખના સમએસ્યોર્ડ ધરાવતી ધી ન્યુ
ઈન્ડીયા એસ્યોરન્સ કંપનીની ફેમીલી ફ્લોટર મેડી ક્લેઈમ પોલીસી ઉતરાવી હતી.
તા.3-11-19ના રોજ ફરિયાદીની તબિયત લથડતા ભાવનગરની હોસ્પિટિલમાં દાખલ કરાયા હતા.
જ્યાં પલ્મનરી થ્રમ્બો એમ્બોલીઝમની બીમારીનું નિદાન થયું હતું. ત્રણ દિવસની
સારવારનો રૃા.93,547
ખર્ચ થતા વીમા કંપનીને ક્લેઇમ કરાયો હતો.  પણ કંપનીએ બિમારી જીનેટીક ડીસઓર્ડર હોવાનું
ગણાવીને પોલીસી શરતના ભંગ બદલ મેડીક્લેઈમ નકારી કાઢ્તા નરેશ નાવડીયા મારફત ગ્રાહક
કોર્ટમાં ધા નખાઇ હતી. સુનાવણીમાં વીમાદાર તરફે રજૂઆત થઇ હતી કે
, રોગ વારસાગત હોવા અંગે તબીબી અભિપ્રાય કે કોઈ એફીડેવિટ રેકોર્ડ પર રજુ કરી
નથી. માત્ર તબીબને સર્ટીફિકેટના આધારે બિમારી 15 દિવસથી હોવાનો ઉલ્લેખના આધારે
વીમા કંપનીએ માત્ર જીનેટીક ડીસઓર્ડરનું અનુમાન કર્યું છે. ગ્રાહક કોર્ટે પુરાવા
તથા ઉચ્ચત્તમ અદાલતોના ચુકાદાના પ્રસ્થાપિત સિધ્ધાંતને લક્ષમાં લઈને ફરિયાદીને
અરજી તારીખથી વ્યાજ સહિત ક્લેઈમની રકમ ચુકવવા વીમા કંપનીને હુકમ કર્યો છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s