સુરત: શિક્ષણ સમિતિની પેટા સમિતિ માટે સોમવારે થશે રચના


હાલના અધ્યક્ષે ગત ટર્મમાં યુનિફોર્મ ખરીદીમાં વિરોધ નોધાવ્યો હતો હવે ખરીદ સમિતિ માટે ખરીદી માટે મોટો પડકાર

સુરત, તા. 24 ઓક્ટોબર 2021 રવિવાર 

સુરત મ્યુનિ. સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અધ્યક્ષ- ઉપાધ્યક્ષની નિમણુંક બાદ આવતીકાલ સોમવારે વિવિધ સમિતિની રચના કરવામાં આવશે. વિવિધ સમિતિની રચના બાદ સમિતિના શાસકો માટે ખરીદી માટો પડકાર બની રહેશે. છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોને ગણવેશની ખરીદી કરી નથી. આ વખતના અધ્યક્ષે ગત ટર્મમાં ગણવેશ ખરીદીમાં વિરોધ નોંધાવ્યો હતો જેના કારણે આ વર્ષે ગણવેશ ખરીદી શાસકો માટે પડકાર બની રહેશે.

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સ્કાઈલેબની જેમ અધ્યક્ષ તરીકે ઘનેશ શાહની નિમણુંક કરી દેવામાં આવી હતી. જ્યારે ઉપાધ્યક્ષ તરીકે પુર્વ મહિલા કોર્પોરેટર સ્વાતિ સોસા.ની નિમણુંક કરવામાં આવી હતી. શ્રાધ્ધ પક્ષમાં આ નિમણુંક બાદ વિવિધ સમિતિની રચના નવરાત્રી બાદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 

આવતીકાલ સોમવારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કાંસકીવાડ ખાતેની કચેરીમાં ખાસ સભા મળશે. જેમાં વિવિધ સમિતિની રચના કરવામાં આવશે. આવતીકાલે જે સભા મળશે. જેમાં શિક્ષણ સમિતિ માટે સૌથી અગત્યની ગણાતી ખરીદ સમિતિ, સાંસ્કૃતિક સમિતિ, પ્રવાસ સમિતિ, વિજ્ઞાન ભવન અને બાલવાડી વિકાસ સમિતિની રચના કરવામાં આવશે. હાલના અધ્યક્ષ ઘનેશ શાહ પહેલાં સમિતિના સભ્ય હતા ત્યારે ખરીદ સમિતિમાં ગણવેશની ખરીદીમાં લેખિતમાં વિરોધ નોધાવ્યો હતો. 

ગણવેશ ખરીદીમાં એક જ એજન્સીને કામગીરી સોંપવામાં આવે છે તેવા આક્ષેપ કરવામા આવ્યા હતા. જેના કારણે આ વખતે ટેન્ડર પ્રક્રિયા કરવાની બાકી છે ત્યારે ગણવેશ ખરીદી માટે પડકાર બની રહશે. છેલ્લા બે વર્ષથી સમિતિના વિદ્યાર્થીઓને બુટ મોજા અને ગણવેશ આપવામાં આવ્યા નથી તેવી જ રીતે શિક્ષકોને પણ ગણવેશ આપવામાં આવતાં નથી. જેના કારણે શિક્ષક અને વિદ્યાર્થી બન્નને મુશ્કેલી પડી રહી છે. આવતીકાલે સમિતિની રચના થશે ત્યાર બાદ વિવિધ ખરીદી સમિતિના શાસકો માટે પડકાર બની રહેશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s