સુરત: રીંગરોડના વેપારીને રૂ. 19.23 લાખનું પેમેન્ટ નહીં ચુકવનાર 10 વિરૂધ્ધ ફરીયાદ

– સમયસર પેમેન્ટ ચુકવવાનો વાયદો કર્યો, મહિલા વેપારી અને કાપડ દલાલ સહિત તમામે પેમેન્ટ તો ઠીક ફોન પણ રિસીવ કરવાનું બંધ કરી દીધું

સુરત, તા. 24 ઓક્ટોબર 2021 રવિવાર

રીંગરોડની રીજન્ટ ટેક્સટાઇલ માર્કેટમાં સુરેશ સિલ્ક મીલ્સ પ્રા. લિ. માંથી રૂ. 19.23 લાખનું કાપડ ખરીદી પેમેન્ટ નહીં ચુકવી વિશ્વસાઘાત કર્યાની ફરીયાદ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાય છે.

રીંગરોડની રીજન્ટ ટેક્સટાઇલ માર્કેટમાં સુરેશ સિલ્ક મીલ્સ પ્રા. લિ. નામે કાપડનો ધંધો કરતા સુનીલ સુરેશચંદ્ર જૈન (રહે. આર્શીવાદ પેલેસ, ભટાર રોડ) પાસેથી જૂન 2019માં રીંગરોડની કુબેર પ્લાઝા માર્કેટમાં અરમાન ટ્રેડીંગ નામે ધંધો કરતા ઇમ્તિયાઝ અહમદ અંસારીએ રૂ. 3.45 લાખનું, ડિસેમ્બર 2019માં મુલચંદ ટેક્સટાઇલ માર્કેટમાં શીતલ ટેક્સટાઇલ નામે દુકાન ધરાવતા ચિરાગ મદનલાલ છાબરાએ રૂ. 57 હજારની ખરીદી કરી માત્ર રૂ. 40 હજારનું પેમેન્ટ ચુકવ્યું હતું. 

જયારે જાન્યુઆરીથી જુલાઇ 2021 દરમિયાન મિલેનીયમ માર્કેટમાં શ્રી સાંઇ ફેશન અને જય ધનલક્ષ્મી ક્રિએશનના પ્રકાશ ઇન્દ્રપ્રકાશ પાંડેએ રૂ. 6.44 લાખ, માં અંબા સિલેક્શન નામે ધંધો કરતા મુકેશ બનવારીલાલ ભાર્ગવે રૂ. 1.35 લાખની ખરીદી કરી હતી. ઉપરાંત કાપડ દલાલ રામચંદ્રએ કુબેર ટ્રેડીંગના ગૌતમ મઘુભાઇ વઘાસીયા અને તેના ભાગીદાર આબીદખા ઉર્ફે સઇદ હુસૈન, માં લક્ષ્મી ટેક્સટાઇલના મનોજકુમાર, શ્રીજી ફેશનના જીજ્ઞા પરેશ જીલાકા અને વિજય લક્ષ્મી સારીઝના બનવારીલાલ ગોરધન સૈની સાથે પરિચય કરાવી માર્કેટમાં મોટુ કામ છે એમ કહી આ તમામે રૂ. 7.58 લાખની ખરીદી કરી હતી. 

ઉપરોકત તમામે સમયસર પેમેન્ટ ચુકવવાનો વાયદો કરી આજ દિન સુધી કુલ રૂ. 19.23 લાખનું પેમેન્ટ નહીં ચુકવી વિશ્વાસઘાત કરતા સુનીલ જૈને ફરીયાદ નોંધાવી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s