સુરત જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સ્પીડમાં 6.81 હેકટર જમીનનું જ સંપાદન બાકી

 

– કુલ 144 હેકટર જમીનના 999 બ્લોક પૈકી હવે 65 બ્લોકનું સંપાદન બાકીઃ અંત્રોલી ખાતે ટ્રેનનું સ્ટેશન બનાવવાની કામગીરી
પણ શરૃ

     સુરત

સુરત
જિલ્લામાંથી ૪૮ કિલોમીટરના રૃટ પર દોડનારી બુલેટ ટ્રેનની કામગીરી સ્પીડ પકડી રહી છે.
કુલ
144.48 હેકટર જમીન અને 999 બ્લોકમાંથી હવે 6.81 હેકટર જમીન અને 65 બ્લોક જ સંપાદન કરવાના બાકી રહ્યા
છે. અત્યાર સુધીમાં
28 ગામના 934 બ્લોકના
1600 થી વધુ ખેડુતોને વળતર પેટે રૃા.1968 ચૂકવી દેવાયા છે.

મુંબઇ-અમદાવાદ
વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન સુરત જિલ્લામાંથી પણ પસાર થવાની હોવાથી આ માટે કુલ
48 કિલોમીટરના રૃટ પરથી
ટ્રેન દોડશે.જેમાં અંત્રોલી ખાતે સ્ટેશન પણ આવશે.આ
48
કિલોમીટરના રૃટ પર કામરેજ
, પલસાણા અને ઓલપાડ તાલુકાના 28 ગામોની જમીન સંપાદનની કાર્યવાહી શરૃ કરતા શરૃઆતમાં વિરોધ થયો હતો. પરંતુ
ખેડુતોને જે રૃપિયા ચૂકવાયા તેને લઇને ખેડુતોનો વિરોધ પણ શમી ગયો હતો. દરમ્યાન
બુલેટ ટ્રેન સ્પીડ પકડે તેમ છે. કેમકે અત્યાર સુધીમાં કુલ ૪૮ કિલોમીટરના રૃટ પર
28 ગામોની 144.48 હેકટર જમીનમાં આવેલા 999 બ્લોકમાંથી 934 બ્લોકમાં આવેલી 137.67 હેકટર જમીનનો જમીન સંપાદન અધિકારી મિતેશ પટેલ અને તેમની ટીમે કબ્જો પણ લઇ
લીધો છે. અને હવે ફકત
6.81 હેકટર જમીનનો કબ્જો બાકી છે. આ
જમીનમાં ઘરો આવ્યા છે. અને હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

28 ગામોમાંથી 934 બ્લોક નો કબ્જો લઇને ખેડુત 1600 થી વધુ ખેડુત ખાતેદારાનો
રૃા.
1968 કરોડ વળતર ચૂકવી દેવાયુ છે. દરમ્યાન અંત્રોલીમાં જે
સ્થળે બુલેટ ટ્રેન માટે સ્ટેશન બનનાર છે. તે સ્ટેશન બનાવવાની કામગીરી પણ પૂરઝડપે
શરૃ થઇ ચૂકી છે.

બુલેટ
ટ્રેન માટે જમીન સંપાદનની કામગીરી

રૃટ              48 કિ.મી

કુલ ગામ       28

સૂચિત સંપાદિત જમીન       144.48 હેકટક

સંપાદિત થયેલી જમીન      137.67 હેકટર

જમીનનું બાકી સંપાદન       6.81 હેકટર

કુલ  બ્લોક     999

સંપાદિત બ્લોક 934

બાકી બ્લોક     65

<

p class=”12News” style=”margin:0 2.85pt .0001pt;”>ચૂકવાયેલું વળતર    રૃા.1968 કરોડ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s