સુરતમાં બે તરૃણીનો આપઘાતઃ એકે પરીક્ષાના ટેન્શનમાં, બીજીએ પ્રેમપ્રકરણમાં જીવન ટુંકાવ્યું

 

ઉધનામાં
ધો-
11ની વિદ્યાર્થિનિએ
ફોઇના ઘરે ફાંસો ખાધોઃ ઉન પાટીયાની તરૃણીએ બાથરૃમમાં ફાંસો ખાધો

        સુરત,:

ઉધનામાં
ગઈકાલે સાંજે  ધો.
11ની વિદ્યાથનીએ  પરીક્ષાના 
ટેન્શનમાં ગળે  ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું  હતું.  બીજા
બનાવમાં  સચીન જીઆઈડીસીમાં  પ્રેમ પ્રકરણમાં
15 વર્ષની
તરૃણીને ફાંસો ખાઈ  આત્મહત્યા કરી હતી.

 સિવિલ અને સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ
પાંડેસરામાં નાગશેનનગરમાં રહેતી
15 વર્ષીય શુભાંગી રણદીવે શુક્રવારે સાંજે ઉધના ખાતે હરીનગર નજીક
જલારામ  સોસાયટીમાં રહેતા ફોઈના ઘરે છતના
પંખા સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પોલીસે કહ્યું હતું
કે શુભાંગી ધો.
11માં અભ્યાસ કરતી હતી. તેણે પરીક્ષાના
ટેન્શનમાં આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. 
આ અંગે ઉધના પોલીસે તપાસ હાથ ધરી છે

<

p class=”12News”>  બીજા બનાવમાં સચીનના ઉન પાટીયા ખાતે રહેતી 15 વર્ષીય નફીસા શેખ (
નામ બદલ્યુ  છે) આજે વહેલી સવારે ઘરમાં
બાથરૃમમાં દીવાલના સળિયા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધો   હતો. ત્યારે તેના પરિવારના સભ્યોની નજર પડતા
તેને નીચે ઉતારી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્યાં  ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરી હતી. પોલીસે
કહ્યું હતું કે   નફીસા અવાર નવાર કોઈ
છોકરા સાથે ફોન પર વાત ચિત કરતી હતી.  તેણે
પ્રેમ પ્રકરણમાં આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. તેના પિતા સચીન જીઆઇડીસીની
કંપનીમાં નોકરી કરે  છે  અને તેની માતા પણ નોકરી કરે  છે અને નફીસા પણ સાથે લઇ જતા હતા. તેની એક
બહેન  અને એક ભાઈ  છે. આ અંગે સચીન જીઆઇડીસી પોલીસે  તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s