વારંવાર ધક્કા ખાવા પડતા હતા તે કામો સેવા સેતુમાં ફટાફટ થાય છે !

– કચેરીમાં આવા કામો ઝડપથી કરાવવા ભલાણોની જરુર પડે છે અને
સરકારે કાર્યક્રમ યોજતા હવે સ્થળ પર જ સર્ટિફેકેટો મળી જાય છે

    સુરત

સુરત
શહેરમાં આવકના દાખલ
,
નોન ક્રિમીલીયર સર્ટિફિકેટ, જાતિના દાખલા સહિત
વિવિધ સર્ટીફિકેટો હાલમાં ચાલી રહેલા સેવા સેતુ કાર્યક્રમમાં સરળતાથી મળી રહ્યા હોવાથી
સેતુ કાર્યક્રમો દરરોજ થાય તો લોકોને ધક્કા ખાવામાંથી મુક્તિ મળી જશે.

સુરત શહેરની
૬૦ લાખની વસ્તી સામે ગણતરીની પાંચ મામલતદાર કચેરી
, જાતિના દાખલા માટે અલગ અલગ કેટેગરી મુજબ એક
એક કચેરી હોવાથી દરરોજના ભારે ધસારો રહે છે. ખાસ કરીને સુરત શહેરની કતારગામ
,
વરાછા અને પુણા મામલતદાર કચેરીની બહાર તો વહેલી સવારથી આવકના દાખલા,
નોન ક્રિમિલીયર સર્ટિફિકેટ કે ડોમીસાઇલ સર્ટિફિકેટ માટે લાઇનો શરૃ થઇ
જાય છે.

દરમિયાન
ગુજરાતના નવા મંત્રીમંડળે ૧૦૦ દિવસમાં સેવા સેતુ કાર્યક્રમો નક્કી કર્યા છે. બે
દિવસથી શહેરમાં કાર્યકર્મ થયો થયો છે અને મંત્રીઓની અવરજવર પણ વધી ગઇ છે. સેવા
સેતુમાં જમીનની ૭-૧૨ની નકલ
,
આધાર, આયુષમાન, રેશનકાર્ડ,
જાતિ પ્રમાણપત્રો, વિધવા સહાય સહિત ૫૬ જેટલી
સેવાઓને આવરી લેવાઇ છે.

આ બધા
કામો માટે સામાન્ય સંજોગોમાં લોકો વારંવાર કચેરીઓના ધક્કા ખાતા હતા.  સેવા સેતુમાં સ્થળ પર જ સર્ટિફેકેટ આપી દેવાય
રહ્યા છે. જેથી આવા કાર્યક્રમ રોજ કરવા જોઇએ તેવી માંગણી લોકોમાંથી ઉઠી રહી છે.

કતારગામ, વરાછા અને પુણા,
અડાજણનીમમામલતદાર કચેરીઓમાં રોજ ભારે ધસારો થયા છે

સુરતના
કતારગામ
, વરાછા, પુણા અને અડાજણ આ ચારેય મામલતદાર કચેરીમાં ભીડ
ઓછી થતી જ નથી. દરરોજ વહેલી સવારે લોકો જાતે જાતે ટોકન ફાળવીને લાઇનમાં ઉભા રહી જાય
છે. અને ત્યારબાદ તંત્ર દ્વારા જે ટોકન ફાળવાઇ તે લઇને કામગીરી કરાવે છે. દરરોજ લાઇન
રહેતી હોવાથી ઘણા લોકો એક દિવસની રજા લઇને ઉભા રહેવુ પડે છે. જેમાં સરકારી કર્મચારીઓ
,
પોલીસો પણ હોય છે. જેથી સિસ્ટમમાં સુધારો કરવા માંગણી કરાઇ છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s