દક્ષિણ ગુજરાતમાં વિજળીની અછત નથીઃ DGVCLના MD

-24 કલાક
વીજ પુરવઠા માટે વધુમાં વધુ 50થી 100 મેગાવોટ વીજકાપ 96 સ્લોટમાં 15-15 મિનિટમાં વિભાજીત
કરાય છે

સુરત,     

દક્ષિણ ગુજરાતના વીજ ગ્રાહકોની
હાલ 3650 મેગાવોટ દૈનિક વીજ માંગની સામે દૈનિક વીજ પુરવઠો મળી રહ્યો છે. હાલમાં વીજળીની
કોઈ અછત નથી. ગ્રાહકો અને ખેડૂતોને રાબેતા મુજબનો વીજ પુરવઠો મળી રહેશે, એમ દક્ષિણ
ગુજરાત વીજ કંપનીના એમડી. અરવિંદ વિજયને (આઈએએસ) જણાવ્યું હતું

વધુમાં તેમણે જણાવ્યું હતું કે વીજગ્રાહકોને
24 કલાક વીજ પુરવઠો મળી રહે તે માટે વધુમાં વધુ 50 થી 100 મેગાવોટ જેટલો વીજકાપ (લોડ
શેડિંગ) 96 સ્લોટમાં 15-15 મિનિટમાં કાળજીપૂર્વક રીતે વિભાજીત કરવામાં આવે છે. હાલમાં
નવા ચાર વીજ ઉત્પાદન યુનિટ શરૃ થઈ ચૂક્યાં છે. વીજ અછતની અફવાઓ કે તંગીની અટકળોથી નહિ
ભરમાવા તેમણે અનુરોધ કર્યો હતો.

ગ્રામ્ય વિસ્તારના ખેતી વિષયક ફીડર
પર ચોમાસાની તુ દરમ્યાન 12 મેગાવોટની માંગ હતી. જે હાલ વધીને 165 મેગાવોટ થઈ છે. તેમણે
વધુમાં કહ્યું કે વીજ કંપની દ્વારા ખેડૂતોને સમયસર અને પૂરતો વીજ પુરવઠો મળે તે સુનિશ્ચિત
કરવામાં આવી રહયું છે. જો અડધો કલાક પણ વીજ કાપ થયેલ હોય તો તેની પણ પૂર્તતા કરવામાં
આવે છે. વીજ કંપનીના મુખ્ય ઇજનેર શ્રીમતી રીટાબેન પરેરા અને અધિક મુખ્ય ઇજનેર એચ. આર.
શાહ પણ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s