ઇમ્પોર્ટેડ કોપર સ્થાનિક માર્કેટમાં ડાયવર્ટ કરી દિલ્હીના વેપારીની રૃા.10 કરોડની ડયૂટીચોરી


સુરત

ચીનનથી
રૃા.40 કરોડનું કોપર ઇમ્પોર્ટ કર્યા બાદ નિયત સમય બાદ પણ એક્સપોર્ટ નહી કરતા
દિલ્હી
DRIની કાર્યવાહી


સુરત
ડીઆરઆઈએ 40 કરોડનું આયાતી કોપરનો જથ્થાની નિકાસ કરવાને બદલે સ્થાનિક બજારમાં ડાયવર્ટ
કરી કસ્ટમ્સ-સેન્ટ્રલ એક્સાઈઝ એક્ટનો ભંગ કરવા બદલ દિલ્હીના એક્સપોર્ટર વિરુદ્ધ 10  કરોડની ડયુટીચોરીનો કેસ કર્યોની વિગતો વિભાગીય સુત્રો પાસેથી સાંપડી છે.

સુરત ડીઆરઆઈની
ટીમે દિલ્હીના એક એક્સપોર્ટર દ્વારા ચાઈનાથી રૃ.40 કરોડની કિંમતના કોપર બારનો જથ્થો
આયાત કરી લોકલ માર્કેટમાં માલ ડાયવર્ટ કરીને ડયુટીચોરીનો પર્દાફાશ કર્યો છે.ડીઆરઆઈના
વિભાગીય સુત્રોના જણાવ્યા મુજબ દિલ્હીના એક્સપોર્ટર દ્વારા ચાઈનાથી 40 કરોડના કોપરનો
જથ્થો બંદર પર મંગાવ્યો હતો.ઈમ્પોર્ટ-એક્સપોર્ટના નિયમો મુજબ આયાતી કોપર બારના જથ્થા
પર પ્રોસેસ કરી વાયર બનાવીને તેની વિદેશમાં ફરી નિકાસ કરવાની હોય છે.પરંતુ આયાતી માલનો
જથ્થો 22 દિવસથી વધુ સમય વીત્યા બાદ પણ ફરી નિકાલ કરવામાં આવ્યો નહોતો.જે અંગે સુરત
ડીઆરઆઈને બાતમી મળતાં  એક ટીમ દિલ્હી સ્થિત
એકસપોર્ટર પેઢીની પ્રિમાઈસીસ પર તપાસ હાથ ધરી હતી.જે દરમિયાન આયાતી કોપરનો જથ્થો કે
પ્રોસેસ્ડ માલ મળી આવ્યો નહોતો.જેથી 40 કરોડના આયાતી કોપર બારનો જથ્થાની નિકાસ કરવાને
બદલે સ્થાનિક બજારમાં ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.જેથી સુરત ડીઆરઆઈએ દિલ્હીના વેપારી
વિરુધ્ધ કસ્ટમ્સ એક્ટનો ભંગ કરીને અંદાજે 10 કરોડની ડયુટીચોરીનો કેસ કરીને શકદારની
અટકાયત કરી છે.જેથી દિલ્હીના એકસપોર્ટર પર આવેલી તવાઈના પગલે સુરતના વેપારીઓમાં પણ
ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s